Thursday, May 15, 2008

ધ્રુવાળાને મોર અભયારણ્ય જાહેર કરી વન્ય જીવોની રક્ષા કરવા મગણી માગણી

કુતિયાણા તા.૧૪
તાલુકાના ધ્રુવાળામાં એકી સાથે અગિયાર જેટલા મોરની હત્યાના હિચકારા બનાવથી અરેરાટી ફેલાવા પામી છે.આ વિસ્તારમાં મોરની મોટા પ્રમાણમાં સંખ્યા છે અને અવારનવાર શિકારની ઘટનાઓ બનતી રહે છે આવા સમયે વનખાતુ સજજડ પગલાઓ લેવાને બદલે ઘોર નિંદ્રામાં રાચે છે.આ વિસ્તારને મોર અભયારણ્ય જાહેર કરીને શિકાર પ્રવૃતિઓ અટકાવવી જોઈએ.એવી પ્રકૃતિ પરિવારની માગણી છે. કુતિયાણા પંથક વન્ય સૃષ્ટિથી સમૃદ્ધ છે ઘાસ ઉત્પાદન ક્ષેત્રે પણ ખાગેશ્રી વીડી સમૃદ્ધ છે.અને ભોૈગોલિક સ્થિતિ બરડા ડુંગર વિસ્તારને મળતી આવે છે.અને ગીર પંથક જેવી સાનુકુળતાઓ છે.આ પંથકમાં વરૃ ઝરખ શિયાળ લોકડી કાળિયાર જેવા માંસાહારી અને તૃણાહારીઓ અજગર સાપ જેવા સરિસૃપો મોર સહિતના પક્ષીઓ વસવાટ કરે છે.પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી વન્ય જીવો અને પશુ પક્ષીઓના સ્વાદ માટે તેનો શિકાર કરનારી શિકારી ટોળી અસ્તિત્વમાં આવી છે અને આ ટોળકીના કરતૂતો બે રોકટોક ચાલી રહયા છે.જેટલી ખેવના શિકારની ઘટના વર્તમાનપત્રો અને ચેનલોમાં ન હાવે એટલી ખેવના જો શિકારને અટકાવવામાં કરવામાં આવે તો આવા બનાવો બનતા અટકે અને મૂંગા જીવોને રક્ષા મળી જાય પરંતુ આ બાબતને જરાપણ ગંભર લેખવામાં આવતી નથી. અને નિર્દોષ પ્રાણીઓ અને પક્ષીઓનો બેરોકટોક શિકાર થઈ જાય છે.જો આ બાબતે વનઅધિકારીઓ કડક અભિગમ અપનાવવામાં આવે એવી કડક માગણી ઉઠી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=76282&Keywords=Sorath%20Gujarati%20News

No comments: