Wednesday, October 3, 2012

ક્રિકેટર યુસફ પઠણ બનશે સિંહોની રણભૂમિનો મહેમાન.


Bhaskar News, Talala | Oct 03, 2012, 01:22AM IST
- છાત્રો સહિત સૌએ વન્યપ્રાણી સંરક્ષણ કરવાનાં સંકલ્પ લીધા

સાસણ(ગીર)માં વન વિભાગ દ્વારા આજથી વન્યપ્રાણી સંરક્ષણ સપ્તાહ ઉજવણીનો પ્રારંભ થયો છે. આ ઉજવણીમાં હાજરી આપવા ક્રિકેટ યુસુફ પઠાણ આવતીકાલે સાસણ આવનાર છે. આજે છાત્રો સહિત સૌએ વન્યપ્રાણીનું સંરક્ષણ કરવાનાં સંકલ્પ લીધા હતા.
સાસણ(ગીર) ખાતે વન વિભાગ દ્વારા આજે ગાંધી જયંતીથી ૫૮માં વન્યપ્રાણી સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આજે સિંહ સદન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડીએફઓ ડૉ. સંદીપકુમાર, સ્ટાફ, ગાઇડ પરિવાર, પ્રકૃતિ પ્રેમીઓ અને છાત્રોએ વન્યપ્રાણી સંરક્ષણ કરવાનાં સંકલ્પ કર્યા હતાં. સપ્તાહ દરમિયાન નબિંધ, ચિત્ર, વકૃત્વ, સુત્ર લેખન, પ્રશ્નોતરી સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત શાળાનાં બાળકોને વનભ્રમણ કરાવી વન્યસૃષ્ટિ અને પશુપ્રાણીઓનાં સંરક્ષણ અંગે જાગૃત કરાશે. ટીમ ઇન્ડીયાના ક્રિકેટર યુસુફ પઠાણ અગાઉ સાસણ(ગીર)ની મુલાકાત લઇ સિંહ દર્શન અને અન્ય વન્યપ્રાણીઓને નિહાળી અત્યંત પ્રભાવીત થયા હતાં. આ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે તેઓ સાસણ આવી વન્ય સૃષ્ટિને બચાવવા અને સંરક્ષણ કરવા લોકોને અપીલ કરશે.

No comments: