Monday, October 1, 2012

પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢનાં વિકાસની છે ભરપૂર તકો.


Bhaskar News, Junagadh | Oct 01, 2012, 01:31AM IST
ગરવા ગિરનારની ગોદમાં વસેલુ જૂનાગઢ શહેર પ્રવાસીઓને કાયમી આકર્ષતુ રહ્યુ છે. પરંતુ હજી સુધી અન્ય શહેરમાં થયેલા વિકાસની સરખામણીમાં ધણુ પાછળ છે. પર્વત અને પ્રકૂતિનો અનોખો સમન્વય ધરાવતા આ શહેરમાં પ્રવાસન ક્ષેત્રે અકલ્પનીય વિકાસ થઇ શકેતેમ છે. ગિરનાર પર્વત અને શહેરના પ્રવર્તમાન સ્થળોને ચોક્કસ દ્રષ્ટી અને દિસામાં વિકસાવી પ્રવાસન પ્રવૃતીને વેગવંતી બનાવવાની ભરપુર તક છે.

પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ જૂનાગઢને મહાનગરનો દરજજો મળ્યાના એક દાયકા બાદ પણ ગિરનાર, ઉપરકોટ, ભવનાથ કે હેરીટેજ સ્મારકો સહિત સ્થળે વિકાસ માટે ગંભીરતાથી વિર્ચાયું જ નથી.જો આ દિશામાં નકકર આયોજન કરવામાં આવે તો જૂનાગઢ પ્રવાસન ધામ તરીકે વિકસી શકે.

- એફ.એસ.આઇ નાં નિયમોમાં ફેરફાર કરે

જૂનાગઢ માંથી સોમનાથ જિલ્લો અલગ થતાં શહેરનો આર્થીક આધાર બાંધકામ વ્યવસાય પર જ રહે છે. બાંધકામ ક્ષેત્રે વિકાસ થાય માટે વિકાસલક્ષી જાહેરાતની જરુરીયાત છે. રાજકોટની જેમ જૂનાગઢને પણ એફએસઆઇનાં નિયમો લાભ આપવો જોઇએ. જુંંડાની મીટિંગમાં ઠરાવ થઇ ગયો છે તેને માન્યતા આપો.
- બીપીન શિંગાળા

- આ ઘડી છે ... મોદીજી જૂનાગઢ વિકાસની રાહમાં બેઠું છે.

જૂનાગઢ બાળ કોર્પોરેશન છે તેવા જવાબો વર્ષોથી મળી રહ્યા છે ૧૫મી ઓગષ્ટે ગિર સોમનાથ જિલ્લાની જાહેરાત કરી પરંતુ ત્યારે જૂનાગઢને કશું જ ન મળ્યાનો વસવસો પ્રજાનાં હૃદયમાં સોઇની માફક ભોકાઇ રહ્યો છે. જ્યારે તમે સોમવારે જૂનાગઢ આવી રહ્યા છો તો ગિરનાર અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તેવી આશા પ્રત્યેક નાગરીક બાંધીને બેઠો છે.

માત્ર ગ્રાન્ટની જાહેરાતો નહીં નક્કર કામગીરી થાય તેવી પ્રબળ ઇચ્છા શહેરીજનો રાખીને બેઠા છે. અનેક ઐતિહાસીક ઇમારતો અને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકે તેવા સ્થળોને ધ્યાને રાખીને કોઇ ખાસ પ્રોજેક્ટ બને તો જૂનાગઢ માત્ર
ગુજરાત જ નહીં વિશ્વના નકશામાં ઉભરી આવે તેવા ઉજળા સંજોગો છે.

- ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીની જાહેરાત કરે

ગિરનાર અને ભવનાથનાં વિકાસ માટે ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના જરુરી છે. તેના માધ્યમથી ગિરનારનો વિકાસ થઇ શકે તેમ છે. શહેરના આર્થિક વિકાસ માટે પ્રવાસીઓને આર્કષીત વધુ ઉપયોગી બની રહે તેમ છે.
- શશીકાંત દવે

No comments: