Bhaskar News, Kodinar | May 11, 2014, 00:03AM IST
![કોડીનાર પંથકનાં સરખડીમાં આખરે ખુંખાર દીપડી પાંજરામાં કેદ થઇ કોડીનાર પંથકનાં સરખડીમાં આખરે ખુંખાર દીપડી પાંજરામાં કેદ થઇ](http://i5.dainikbhaskar.com/thumbnail/655x588/web2images/www.divyabhaskar.co.in/2014/05/10/5261_21.jpg)
કોડીનાર પંથકનાં સરખડીમાં આખરે ખુંખાર દીપડી પાંજરામાં કેદ થઇ
કોડીનારનાં સરખડીની સીમમાંથી મધરાતે દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગે અલગ- અલગ વિસ્તારમાં બે પાંજરા ગોઠવી દેતાં આ સફળતા મળી હતી.
કોડીનારનાં સરખડી ગામની રાઘવાનાપા સીમમાં આવેલા અરશીભાઇ રાજાભાઇનાં ખેતરમાં પાળેલા કુતરાનું દીપડીએ મારણ કરતાં આ અંગે જામવાળા રેન્જને જાણ કરાતાં આરએફઓની સૂચનાથી સ્ટાફે અહીંયા અલગ- અલગ વિસ્તારમાં બે પાંજરા ગોઠવી દીધા હતાં.
દરમિયાન મધરાતનાં એક વાગ્યાની આસપાસ એક પાંજરામાં ૭ વર્ષની દીપડી પાંજરે પુરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છારા બીટનાં ફોરેસ્ટર મનસુખ પરમાર, બુધ્ધેશભાઇ, રમેશબાપુ સહિતનાં સ્ટાફે મધરાતે જ પહોંચી આ દીપડીને જામવાળા કચેરીએ લઇ આવ્યાં હતાં. આ વિસ્તારમાં હજુ પણ દીપડાનાં ધામા હોવાનું ગ્રામજનો કહી રહયાં છે.
No comments:
Post a Comment