Friday, July 31, 2015

મંડલીકપુરમાં દીપડાને વનતંત્રએ 50 ફૂટ ઉંડા કુવામાંથી બહાર કાઢ્યો

DivyaBhaskar News Network
Jul 29, 2015, 08:55 AM IST

જૂનાગઢજિલ્લાનાં બીલખા નજીક મંડલીકપુર ગામે એક ખેતરનાં કુવામાં દીપડો પડ્યાની જાણ વાલી માલિકને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કર્યા બાદ કલાકનાં રેસ્કયુ ઓપરેશન બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યા બાદ મોડી રાત્રીનાં તે દીપડાને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

બીલખા નજીક મંડલીકપુર ગામનાં ખેડૂત રવજીભાઇ ઠાકરશીભાઇ ઉમરેટીયા ગઇકાલે આખો દિવસ વરસાદ હોવાથી ખેતરે ગયેલ હતા. સાંજે 6 વાગ્યા આસપાસ વરસાદ ઓછો થતાં તે ખેતરે આટો મારવા ગયેલ ત્યારે ખેતરમાં આવેલ કુવામાં કેટલું પાણી આવેલ છે તે જોવા નજર કરી તો તેના દિકરાને જાણ કર્યા બાદ ગામનાં સરપંચ રમેશભાઇ કોટડીયાને જાણ કરેલ.

સરપંચે વન વિભાગને જાણ કરતા એક કર્મચારી ત્યા આવી ગયેલ અને દીપડાની પરિસ્થિતી જોતાં કુવામાં તાત્કાલિક એક ખાટલો દોરીથી બાંધીને કુવામાં ઉતારીને દીપડાને સુરક્ષિત કર્યા બાદ અધિકારીને જાણ કરેલ. જેથી આરએફઓ એ.પી.ટીલાળા, ફો.ગા. પી.એલ.કોડીયાતર સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ અને રેસ્કયુ ટીમને બોલાવવામાં આવેલ.

રેસ્કયુ ટીમે જાડા દોરડાનો ગાળીયો બનાવીને કુવામાં નાંખીને દીપડાને તેમાં બાંધીને બહાર ખેંચીને પાંજરે પુરવામાં આવ્યો હતો. દિલધડક રેસ્કયુ ઓપરેશન કલાકે સુરક્ષિત પાર પાડવામાં આવેલ. દીપડાને બહાર કાઢી ડોકટર દ્વારા તપાસતા તે ચાર વર્ષનો નર દીપડો અને કોઇ ઇજા જણાતા તેમને મોડી રાત્રીનાં જંગલ વિસ્તરમાં સુરક્ષિત રીતે છોડી મુકવામાં આવ્યો હતો.

No comments: