Friday, April 8, 2016

અમરેલી પંથકની કેસરનો પાક બજારમાં આવતા હજુ એક પખવાડિયું લાગશે


અમરેલી પંથકની કેસરનો પાક બજારમાં આવતા હજુ એક પખવાડિયું લાગશે

Bhaskar News, Amreli

Apr 05, 2016, 23:47 PM IST
અમરેલીઃ ગીર કાંઠાનો અમરેલી જીલ્લો એટલે કેસર કેરીનું ઘર. અમરેલી જીલ્લામાં કેરીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે અને તેમાં સૌથી વધુ પ્રમાણ કેસર કેરીનું છે. ભાગ્યે જ કોઇ સ્થળે અન્ય પ્રકારની ખેતીના આંબાઓ ઉભા છે. ઓણ સાલ પાક પણ ઠીક ઠીક છે. પરંતુ અમરેલી પંથકની કેસર કેરીને હજુ બજારમાં આવતા એકાદ પખવાડીયાથી વધુનો સમય લાગી જાય તેવું મનાય રહ્યુ છે.
 
- સાવરકુંડલા, ધારી, જાફરાબાદ, ખાંભા, અમરેલી પંથકમાં કેસરના પાકની સ્થિતી ઠીક ઠીક

અમરેલી જીલ્લામાં ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ પંથકમાં કેસર કેરીની વ્યાપક પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને ધારી અને સાવરકુંડલા તાલુકો કેસરનો ગઢ ગણાય છે. ખાંભા તાલુકામાં પણ ઠીક ઠીક પ્રમાણમાં કેસરની ખેતી થાય છે. અમરેલી તાલુકામાં પણ આવી ખેતી છુટીછવાયી થઇ રહી છે. ઓણ સાલ આંબા પર મોર ગયા વર્ષ જેવો જ આવ્યો હતો અને પાક પણ ગયા વર્ષની સરખામણીમાં ઠીક ઠીક છે. ગયા વર્ષે વાતાવરણનો માર કેરીના પાક પર પડયો હતો. પરંતુ આ વર્ષે તેવુ થયુ નથી. એકાદ વખત માવઠા જેવો માહોલ જરૂર સર્જાયો હતો. પરંતુ તેણે કેરીના પાકને ક્યાય નુકશાન કર્યુ ન હતું.
 
અમરેલી જીલ્લામાં કેસર કેરીનો પાક હજુ આંબા પર છે. હજુ પ્રથમ રાઉન્ડ પણ બજારમાં આવ્યો નથી. બલ્કે એકાદ પખવાડીયા બાદ આ વિસ્તારની કેરી બજારમાં આવે તેવી શક્યતા છે. જો કે આ પ્રારંભીક ઉતારા મોટેભાગે કાર્બનથી પરાણે પકાવેલા હોય છે અને આ રીતે તૈયાર થયેલી કેરી એક તો ઉંચા ભાવે વેચાતી હોય છે અને શરીરને નુકશાન પણ કરે છે. અમરેલીના જાણીતા પર્યાવરણવિદ અને કેરીના વેપારી જીતુભાઇ તળાવીયા જણાવે છે કે ઓણ સાલ અમરેલી પંથકની કેસર કેરીની સિઝન બે થી અઢી મહિના જેટલી લાંબી ચાલે તેવી શક્યતા જોવાઇ રહી છે.

No comments: