Wednesday, August 31, 2016

ગુંદરણ નજીક સિંહની સુરક્ષા માટે ફરતી ડીએફઓની ગાડી પલટી ગઇ

DivyaBhaskar News Network | Aug 22, 2016, 09:40 AM IST
લીલીયાનાગુંદરણ નજીક સિંહની સુરક્ષા માટે ફરી રહેલી ડીએફઓની ગાડી રસ્તામા આડા ઉતરેલા રોઝને બચાવવા જતા પલટી ખાઇ ગઇ હતી. જો કે કોઇને ઇજા પહોંચી હતી પરંતુ ગાડીને નુકશાન પહોંચ્યું હતુ. તો બીજી તરફ ચલાલાની દાનેવ સોસાયટીમા રાત્રીના સમયે રસ્તા પર પડેલી બોલેરો ગાડીમા તોડફોડ અંગે બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. સિંહની રક્ષા માટે પેટ્રોલીંગમા નીકળેલી વનતંત્રની ગાડી ખાળીયામા પલટી ખાઇ ગયાની ઘટના ગઇકાલે રાત્રે બની હતી. ચલાલામા રહેતા અફજલભાઇ હબીબભાઇ ચૌહાણે બારામા લીલીયા પોલીસને જણાવ્યું હતુ કે તેઓ બોલેરો ગાડી નંબર જીજે 14 વી 0240 લઇ બૃહદગીર વિસ્તારમા સિંહની સુરક્ષા માટે ડીએફઓ સાથે નાની લીલીયા ચોકડીથી શેઢાવદર તરફ જવા નીકળ્યાં હતા. સમયે કાચા રસ્તા પર રોઝનુ ટોળુ આડુ ઉતરતા તેને બચાવવા અચાનક બ્રેક મારી હતી જેના કારણે ગાડી પલટી મારી ગઇ હતી. અકસ્માતમા કોઇને ઇજા પહોંચી હતી પરંતુ ગાડીને રૂપિયા બે લાખનુ નુકશાન થયુ હતુ. હેડ કોન્સ્ટેબલ એચ.બી.બેલીમે ધોરણસરની તપાસ શરૂ કરી છે. ચલાલાના કિરણભાઇ રમેશભાઇ સોલંકીની માલિકીની બોલેરો ગાડી જીજે 14 ડબલ્યું 7977 દાનેવ સોસાયટીમા રસ્તા પર પડી હતી ત્યારે દિપક ગોરધન ચુડાસમા અને જીતુ ગોરધન ચુડાસમા નામના શખ્સોએ પત્થરના ઘા મારી ગાડીની હેડલાઇટ તોડી નાખી નુકશાન કરતા તેણે ચલાલા ફરિયાદ નોંધાવી છે.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ગુંદરણ નજીક સિંહની સુરક્ષા માટે ફરતી ડીએફઓની ગાડી પલટી ગઇ
(News in Gujarati from Divya Bhaskar)

No comments: