Wednesday, August 31, 2016

જૂનાગઢથી સોમનાથ સુધી બિલ્વનાં વૃક્ષોનું વાવેતર કરતા શિવ ભકતો

DivyaBhaskar News Network | Aug 22, 2016, 10:00 AM IST

    જૂનાગઢથી સોમનાથ સુધી બિલ્વનાં વૃક્ષોનું વાવેતર કરતા શિવ ભકતો,  junagadh news in gujarati
જૂનાગઢનાંશ્રદ્ધાળુઓએ મહાદેવને રીઝવવા માટે બિલ્વનાં વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ કર્યો હતો. સોમનાથ સુધી બિલ્વનાં વૃક્ષો વાવવાનાં સંકલ્પ સાથે યાત્રા શરૂ કરી હતી.

જૂનાગઢથી સોમનાથ સુધી બિલ્વનાં વૃક્ષો વાવવાનો જૂનાગઢવાસીઓએ સંકલ્પ લીધો હતો. બિલ્વનાં વૃક્ષોમાં ત્રણ પાન આવે છે અને તે વેદ સાથે સંકળાયેલા છે. મહાદેવને અતિ પ્રિય પણ છે. બિલ્વ વૃક્ષનું મહત્વએ પેટનાં રોગોમાં રાહત આપે છે. ભગવાનને અતિ પ્રિય અને શ્રાવણ માસનાં પવિત્ર માસે શિવને રીઝવવા માટે પહેલ કરવામાં આવી હતી. મહેશભાળ ફળદુએ સામાન્ય વ્યવસાય કરે છે તેમને વિચાર આવ્યો હતો અને બાકીનાં મિત્રો રસિકભાઇ પટેલ, ભાવેશ સોનપાલ, રતિભાઇ મલી, ચેતનભાઇ લખલાણી, 10 વર્ષનો વિદ્યાર્થી નિકુંજ હિંગરાજીયા સહિતનાં જોડાયા હતા. પ્રથમ રવિવારે 51 બિલ્વનાં વૃક્ષો કેશોદની હદમાં આવતા આશ્રમ, સંસ્થાઓ, ખેડૂતો વગેરેને ત્યાં વૃક્ષારોપણ કર્યુ હતું. આગામી રવિવારે પુન: આગળનાં માર્ગથી સોમનાથ સુધી કુલ 245 વૃક્ષો ઉગાડવામાં આવશે. શહેરીકરણનાં નામે બેફામ વૃક્ષોનું કટીંગ કરતા તત્વોનાં કારણે દિવસેને દિવસે પ્રદુષણ વધી રહ્યુ છે. જેને બચાવવા માટે વૃક્ષો ઉગાડવા અે આપણી ફરજ છે.

આવો વિચાર કેમ આવ્યોω ?

વિચાર અંગે મહેશભાઇએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં લોકો બિલ્વનાં વૃક્ષોનાં પાન તોડે છે. મહાદેવને તે પાન વ્હાલાં છે. વૃક્ષોની સંખ્યા ધટતા ભવિષ્યમાં વૃક્ષોનું જતન થાય તે માટે આયોજન કર્યુ હતું.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: જૂનાગઢથી સોમનાથ સુધી બિલ્વનાં વૃક્ષોનું વાવેતર કરતા શિવ ભકતો
(News in Gujarati from Divya Bhaskar)

No comments: