Wednesday, August 31, 2016

વરસાદી માહોલમાં પણ સક્કરબાગમાં 30 હજાર પ્રવાસીઓ ઉમટી પડયાં

Bhaskar News, Junagadh | Aug 27, 2016, 00:54 AM IST

    વરસાદી માહોલમાં પણ સક્કરબાગમાં 30 હજાર પ્રવાસીઓ ઉમટી પડયાં,  junagadh news in gujarati
જૂનાગઢઃ જૂનાગઢ શહેર તેની ઐતિહાસિકતાને કારણે જગવિખ્યાત છે. વરસાદી માહોલ હોવા છતાં રજાનાં દિવસોમાં 30 હજાર સહેલાણીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. તેમજ જન્માષ્ટમીનાં પર્વે દિવસભર શહેરનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડ રહી હતી.
 
આઠમની રજાઓમાં પ્રવાસન સ્થળોએ ભીડ, અન્ય પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડ રહી

જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમીની રજાઓને સહેલાણીઓએ ખુશીથી માણી છે. તહેવારનાં પર્વમાં ફરવાલાયક સ્થળોએ રાજ્ય કે જિલ્લાભરમાંથી લોકો આવતા હોય છે. આ પર્વ દરમિયાન રેલ્વે વિભાગ, એસટી વિભાગે સારી એવી આવક રળી લીધી હતી. આ દિવસોમાં શહેરમાં ફરવાલાયક સ્થળો જેવા કે, ઉપરકોટનો કિલ્લો, ભવનાથ વિસ્તાર, વિલીંગડન ડેમ, હસ્નાપુર ડેમ, બૌદ્ધ ગુફા વગેરે સ્થળોએ 3 દિવસથી ભીડ જોવા મળી હતી. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની 30 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેને લીધે ઝૂને 6 લાખથી વધુની આવક થઇ હતી. ચાલુ વરસાદ હોવા છતાં શહેરનાં તમામ પ્રવાસન સ્થળોએ લોકોએ મીની વેકેશનનો આનંદ માણ્યો હતો.

ટ્રાફિકની સમસ્યા વધુ રહી

જૂનાગઢમાં પ્રવાસીઅોની અવરજવરનાં કારણે રાજકોટ હાઇવે, કાળવા ચોક, સરદાર ચોક, મોતીબાગ વિસ્તાર, ભવનાથ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા રહી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The rain fell sakkar baug environment turned 30 thousand tourists
(News in Gujarati from Divya Bhaskar)

No comments: