Wednesday, August 31, 2016

વેરાવળ: સાવજોએ ગાયના ટોળા પર કર્યો યોજનાબદ્ધ હુમલો, ઘટના CCTVમાં કેદ

Bhaskar News, Veraval | Aug 22, 2016, 10:18 AM IST
વેરાવળ: સાવજોએ ગાયના ટોળા પર કર્યો યોજનાબદ્ધ હુમલો, ઘટના CCTVમાં કેદ,  junagadh news in gujarati
  • સવારે ગામના લોકોને સંપુર્ણ ઘટનાની જાણ થાય છે
વેરાવળ: જંગલના રાજા મનાતા સિંહ વિષે કહેવત છે કે સિંહના ટોળા ન હોય, સિંહ એકલો શિકાર કરે, પરંતુ કુકરસ ગામે જે ઘટના બની તે આ કહેવતોને ખોટી પાડે છે. શુક્રવારની મધરાતે 4 સાવજો ગામમાં ઘુસી યોજનાબદ્ધ રીતે ગાયોનો શિકાર કરે છે. ગીરના ડાલામથ્થા આ રીતે હુમલો કર્યોની આ ઘટના પ્રથમ વખત CCTVમાં કેદ થઇ છે.
 
બંન્ને બાજુથી ઘેરાઇ ગયેલી ગાયો પર ડાલામથ્થા ત્રાડકે છે 
 
ઘટનાની વિગતો મુજબ વેરાવળના કુકરસ ગામે શુક્રવારે મધરાતે ગીરના 4 ડાલામથ્થા ગામની 4 ગાયો પર હુમલો કરે છે.જીવ બચાવવા ગાયો ગામ તફર દોડે છે,તેની પાછળ સિંહો પણ ગામમાં ધુસે છે.જ્યારે ગાયો ગામની શેરીમાં પહોંચે છે ત્યારે સિંહ અગાઉથી યોજના બનાવી હોય તે પ્રમાણે એક શેરીની સામે બાજુ અને એક સિંહ ગાયોની પાછળ દોડ મુકી શેરીમાં શિકારને ઘરે લે છે, બંન્ને બાજુથી ઘેરાઇ ગયેલી ગાયો પર ડાલામથ્થા ત્રાડકે છે જેમાં તે બે ગાયોનોનું મારણ કરવામાં સફળ રહે છે જ્યારે બે ગાયો જીવ બચાવી ગામ ભણી જવામાં સફળ થાય છે.આ પુરી ઘટનાની પ્રથમ વખત CCTVમાં કેદ થઇ હતી. સવારે પડતા ગામ લોકોને  ઘટનાની ખબર પડે હતી. વારંવાર પશુ પર સિંહોના હુમલાથી પંથકમાં ચિંતાની લાગણી પ્રસરી હતી.
 
વનવિભાગ નક્કર કામગીરી કરે

રાજય સરકાર અને વનવિભાગ સિંહો સાથે વન્યપ્રાણીઓનાં સંરક્ષણ માટે લાખો-કરોડોનો ખર્ચ કરી રહી છે. સિંહ અને વન્યપ્રાણીઓ પર સતત વોચ રાખવા ટ્રેકર અને બીટ ગાર્ડોને અનેક સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારે વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી રેવન્યું એવા ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી રહયા છે. ત્યારે આ બાબતે વનવિભાગે નક્કર કામગીરી કરવી જોઇએ તેવી માંગણી ગ્રામજનો કરી રહયા છે.
 
માધુપુરમાં બે સિંહણનાં ધામા

આ ઉપરાંત તાલાલા તાલુકાનાં માધુપુર ગામે એક ખેડુતની વાડીમાં છેલ્લા કેટલાય દિવસથી બે સિંહણોએ ધામા નાંખી રહેઠાણ બનાવતા ખેડુતને વાડીએ જવામાં ભય લાગી રહયો છે. આમ વન્યપ્રાણીનાં વારંવાર રેવન્યું વિસ્તારમાં આંટાફેરાથી ખેડુતો અને ગ્રામજનો ભયભીત બન્યા છે.
 
ઘટનાની તસવીરો જોવા આગળની સલાઇડ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Lion planned attacked cow crowds, First time event captured in the CCTV in Veraval
(News in Gujarati from Divya Bhaskar)

No comments: