Wednesday, August 31, 2016

ખાંભાઃ સિંહોની રંજાડ મુદ્દે ખેડૂતનાં આમરણાંત ઉપવાસ, સિંહોના સ્થળાંતરની માંગ

Bhaskar News, Khambha | Aug 04, 2016, 02:07 AM IST
ખાંભાઃખાંભા તાલુકાના કોદીયા ગામે સાવજોની રંજાડ મુદ્દે ખેડૂત પિતા પુત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસથી ખાંભા મામલતદાર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામા આવી રહ્યું હતુ ત્યારે આજે વનવિભાગ દ્વારા લેખિત ખાતરી આપવામા આવી હતી આ ઉપરાંત મામલતદાર દ્વારા પણ સમજાવટ કરી પારણા કરાવાતા આંદોલન સમેટાઇ ગયુ હતુ. કોદીયા ગામે રહેતા લાખાભાઇ લખમણભાઇ વાળા વાડી ધરાવે છે. તેમણે વાડીમા લીંબુડીનુ વાવેતર કર્યુ છે. પરંતુ અહી સાવજોની રંજાડના કારણે તેઓ વાડીએ જઇ શકતા ન હોય દર વર્ષે તેમને આર્થિક નુકશાની વેઠવી પડી રહી હતી.
 
 
મામલતદાર અને વનવિભાગના અધિકારીઓ અહી દોડી આવ્યા હતા અને સમજાવટ કરી હતી. આ ઉપરાંત વનવિભાગે લેખિતમા ખાતરી આપી હતી અને પારણા કરાવ્યા હતા. જેને પગલે આંદોલન સમેટાઇ ગયુ હતુ. આ તકે મામલતદાર ભાયાણી, નાયબ મામલતદાર ટાંક, આરએફઓ બી.બી.વાળા, મુકેશભાઇ વ્યાસ, લખમણભાઇ સાવલીયા, નિર્મળસિંહ રાઠોડ, પ્રકાશભાઇ વિગેરે આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
 

No comments: