Wednesday, August 31, 2016

ખાંભાઃ 45 વર્ષની મહિલાએ સાવજોને ભગાડ્યા, બકરાંને શિકાર બનતા બચાવ્યા

ખાંભાઃ 45 વર્ષની મહિલાએ સાવજોને ભગાડ્યા, બકરાંને શિકાર બનતા બચાવ્યા,  amreli news in gujarati
  • 45 વર્ષની મહિલા, જેના સિંહ સામે પણ પગ નથી ડગ્યા
ખાંભાઃગીર અને ગીરકાંઠાના માણસોને સિંહ સાથેનો કાયમનો નાતો છે. તેમાય સીમમા કામ કરતા લોકોને તો વારંવાર સાવજોનો ભેટો થઇ જાય. ઝવેરચંદ મેઘાણીએ ચારણ કન્યા કવિતામા ચૌદ વર્ષની એક કિશોરીની બહાદુરીને બખુબી બિરદાવી છે. આવા બહાદુર લોકોનો અહી તોટો નથી. ખાંભાની 45 વર્ષની કોળી મહિલા વીસ વર્ષથી સીમમા બકરા ચરાવે છે અને સોથી વધુ વખત સાવજોનો ભેટો થઇ ગયો છે પરંતુ આ મહિલા કયારેય ડરી નથી. અનેક વખત સાવજોને ભગાડી પોતાના બકરાને બચાવ્યા છે.
 
છેલ્લા વીસ વર્ષથી દરરોજ બકરા ચરાવવાનુ કામ કરે છે

ગીરકાંઠાના લોકો જેટલા માયાળુ છે એટલા બહાદુર પણ છે. વનનો રાજા એવો ડાલામથ્થો સામે આવી જાય તો પણ તેના ડગ પાછા પડતા નથી. ખાંભાના ભગવતીપરામા રહેતા મંજુબેન નાનજીભાઇ મકવાણા પણ આવી જ એક બહાદુર મહિલા છે. 45 વર્ષની ઉંમરના મંજુબેન છેલ્લા વીસ વર્ષથી દરરોજ સીમ વગડો ખુંદી બકરા ચરાવવાનુ કામ કરે છે. સવાર પડતા જ તેઓ બકરા ચરાવવા માટે સીમમા નીકળી પડે છે. અને સાંજ પડયે પરત ફરે છે. આ તો ગીરકાંઠાનો વિસ્તાર છે એટલે સાવજોની હાજરી તો હોવાની જ.
 
આજે વિશ્વ સિંહ દિવસ છે

મંજુબેને સીમમા બકરા ચરાવતા ચરાવતા નહી નહી તોય સોથી વધુ વખત સાવજો જોયા છે. ઘણી વખત તો સાવજો બકરાનુ મારણ કરશે એવી ભિતી લાગતા સાવજોને દુર ભગાડયા છે અને પોતાના બકરાનુ રક્ષણ કર્યુ છે. બકરાના ઝુંડ લઇ ધોળી નેશ, ભુત વડલી, રાહાગાળા, બાવાગાળા વિગેરે વિસ્તારમા તેઓ પહોંચી જાય છે. આજે વિશ્વ સિંહ દિવસ છે. સાવજોની સુરક્ષા માટે લોક જાગૃતિના પ્રયાસો થઇ રહ્યાં છે. પરંતુ ગીરના લોકો તો આવી જ રીતે સાવજોની સાથે રહે છે અને તેની રક્ષા પણ કરે છે.
 
મંજુ અમારા માટે તો ચારણ કન્યા : નાથાભાઇ
 
મંજુબેન મકવાણા સાથે છેલ્લા પંદર વર્ષથી બકરા ચરાવી રહેલા નાથાભાઇ ટોળીયા નામના ભરવાડ વૃધ્ધ કહે છે મંજુ મારી દિકરી સમાન છે. કાયમ તે બકરા લઇ વન વગડો ખુંદે છે. અચાનક સાવજનો ભેટો થાય તો પણ અડીખમ ઉભી રહે છે.

એક વખત તો આઠ સાવજોનો ભેટો થઇ ગયો
 
મંજુબેન મકવાણા પોતાના અનુભવો વર્ણવતા કહે છે કે એક વખત તો એક સાથે આઠ સાવજો નજરે ચડયા હતા અને બકરા પર હુમલો કરે તે પહેલા ભગાડી મુકયા હતા. ધોળીનેશ વિસ્તારમા એક વખત સાવજ તેમની બિલકુલ નજીક આવી ગયો હતો પરંતુ તેઓ ડર્યા ન હતા. બપોરનુ ભોજન પણ તેઓ સીમમા સાથે લઇ જાય છે.
 
તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતા રહો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 45 year old woman complimentary let's and goats saved from becoming a victim
(News in Gujarati from Divya Bhaskar)

No comments: