Wednesday, August 31, 2016

તુલસી શ્યામ પાસે સિંહ દર્શન કરતા છ શખ્સ પાસેથી 33 હજાર દંડ વસુલાયો

Bhaskar News, Khambha | Aug 15, 2016, 01:53 AM IST
ખાંભાઃતુલશીશ્યામ રેંજના ગઢીયા પાતળા રાઉન્ડમા દુધાળા અને અમદાવાદના છ શખ્સો ગેરકાયદે જંગલમા પ્રવેશ કરી સિંહ દર્શન કરી રહ્યાં હોય વનવિભાગે આ શખ્સોને ઝડપી લઇ સ્થળ પર જ રૂપિયા 33 હજારનો દંડ ફટકાર્યો હતો.

તુલશીશ્યામ રેંજના ગઢીયા પાતળા રાઉન્ડમા સેકશન-4 વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદે સિંહ દર્શન કરતા હોવાની વનવિભાગને બાતમી મળતા ઇન્ચાર્જ આરએફઓ બી.બી.વાળા સહિત સ્ટાફ અહી દોડી ગયો હતો. અહી વીડીમા અમદાવાદના પાંચ અને દુધાળા ગામનો એક શખ્સ મળી કુલ છ શખ્સો ફોરવ્હીલ નંબર જીજે 01-આરએચ 0103 નંબરની રોડ ઉપર ઉભી રાખી જંગલમા પગપાળા પ્રવેશ કરી ગેરકાયદે સિંહ દર્શન કરી રહ્યાં હતા.

વનવિભાગે અહી દોડી જઇ દુધાળાના રમેશ શંભુ નાકરાણી, અમદાવાદના રમેશ ધીરૂ લોકડીયા, જીજ્ઞેશ બાલુ પટેલ, અનિરૂધ્ધ સુખલાલ શેલડીયા, હિતેશ નાગજી પાનેલીયા અને અલ્પેશ મનસુખ સોજીત્રાને ઝડપી પાડયા હતા. વનવિભાગે છ શખ્સોને રૂપિયા 33 હજારનો દંડ ફટકાર્યો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tulsi Shyam Singh philosophy vasulayo gadhiyamam range
(News in Gujarati from Divya Bhaskar)

No comments: