Wednesday, August 31, 2016

જૂનાગઢઃ કાળમીંઢ ખડકો ધરતીકંપ સામે મહદઅંશે આપી રહ્યા છે રક્ષણ

જૂનાગઢઃ કાળમીંઢ ખડકો ધરતીકંપ સામે મહદઅંશે આપી રહ્યા છે રક્ષણ,  junagadh news in gujaratiSarman Ram, Junagadh | Aug 28, 2016, 01:12 AM IST

જૂનાગઢઃ કચ્છનાં ભુકંપ બાદ સોરઠમાં નવી ફોલ્ટ લાઇન સક્રિય થઇ છે. માળિયા હાટિના અને તાલાલા પંથકમાં વધુ જોવા મળી રહી છે. ગીર જંગલનાં બોરવાવ, સાંગોદ્રા, હિરણવેલ, માળિયા હાટિનાનાં જલંધર, લાડુળીમાં અવાર-નવાર ભુકંપનાં નાના-મોટા આંચકા આવી રહ્યા છે. તજજ્ઞોનાં મતે આ વિસ્તારમાં નવી ફોલ્ટ લાઇન સક્રિય થઇ છે. ગીરમાં આવતા ભુકંપનાં આંચકાની તીવ્રતા ઓછી હોવાનાં કારણે મોટુ નુકશાન થતુ નથી. પરંતુ ગીર પંથકમાં અવાર નવાર આવતા આંચકાથી લોકોમાં ભય રહે છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં આવેલા ભુકંપનાં આંચકાથી લોકો ભયભીત થઇ ગયા હતા.
 
કચ્છનાં ભુકંપ બાદ સોરઠમાં નવી ફોલ્ટ લાઇન સક્રિય

ચાર વર્ષે પહેલા માળિયામાં આવેલા ભુકંપનાં કારણે મોટી ખાનાખરાબી થઇ હતી. બાદ નાના-મોટા ભુકંપનાં આંચકા સોરઠમાં આવી રહ્યા છે પરંતુ સોરઠમાં દરિયા કિનારાને બાદ કરતા જમીનમાં મોટા ભાગે કાળમીઢ પથ્થરો આવેલા છે. જેના કારણે સામાન્ય ભુકંપમાં લોકોને રક્ષણ મળી રહ્યું છે. તેમજ આ વિસ્તારમાં સૌથી વધુ ભુકંપનાં આંચકા આવી રહ્યા છે. સામાન્ય તીવ્રતાનાં આંચકાની તો ઘણી વખત લોકોને અનુભુતી પણ થતી નથી.
 
નેશનલ હાઇવેની પૂર્વ દિશામાં કાળમીઢ પથ્થરો છે
 
આ અંગે નિવૃત ભુસ્તર શાસ્ત્રી આર.આર.જાલંધરાએ જણાવ્યું હતુ કે, દરિયા કિનારને બાદ કરતા નેશનલ હાઇવેની પૂર્વ દિશામાં જમીનની નીચે કાળમીઢ પથ્થર છે. જેના કારણે ભુકંપ સામે મહદઅંશે રક્ષણ મળી રહ્યું છે. તેમજ ભુકંપની તીવ્રતા, ભુકંપની તીવ્રતા કેટલા સમય રહી અને ભુકંપની ઉંડા ઉપર વધુ આધાર રાખે છે. લાંબો સમય અને ઉંડાઇ ઓછી હોય તો ભુકંપની અસર થયા છે.છતા પણ સોરઠમાં આવેલા કાળમીઢ પથ્થરોનાં કારણે સામાન્ય તીવ્રતમાં માત્ર ધ્રુજારી આવે છે.

ગીર પંથકમાં 15 ફૂટે કાળમીઢ પથ્થરો

ગીર પંથક ઉપરંત જૂનાગઢ જિલ્લામાં જમીન નીચે 15 ફુટેથી કાળમીઢ પથ્થરોની શરૂઆત થયા છે.જે 500 ફુટ કરતા વધુ નીચે સુધી આવેલા છે. જેના કારણે ભુકંપની તીવ્રતાની ઘટાડે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hard rocks are largely protected against earthquakes in junagadh
(News in Gujarati from Divya Bhaskar)

No comments: