Wednesday, January 30, 2019

રાયડી વિડીમાં મંજુરી વગર ખોદકામ બદલ ખાનગી કંપનીને વનવિભાગનો 25 હજારનો દંડ

Divyabhaskar.com | Updated - Jan 05, 2019, 03:10 AM

Amreli News - રબારીકા રાઉન્ડમાં પરમિશન ન મળે ત્યાં સુધી કેબલ પાથરવાનું કામ બંધ
ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ જીઓ કંપનીનું પુરજોસમાં અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાનું કામગીરી શરૂ છે. ત્યારે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે રોડ રસ્તા ખોદકામ કરવું જરૂરી છે. અને ખોદકામમાં જીઓ કંપનીના કોન્ટ્રકટર દ્વારા તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રાયડી પાટી રિઝર્વ ફોરેસ્ટ વિભાગની વિડીમાં પરમિશન વગર ખોદકામ કરતા સ્થાનીક રાઉન્ડ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા જીઓ કંપનીના કોન્ટ્રાકટરને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રાયડી પાટી વિડી વિસ્તારમાં બે દિવસ પહેલા જીઓ કંપનીના કોન્ટ્રકટર દ્વારા જીઓ કંપનીની અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે રબારીકા રાઉન્ડના સ્ટાફને જાણ થતા અનામત વિડી ખાતે પહોંચ્યા હતા. અને જીઓ કંપનીના કોન્ટ્રાકટર પાસે વિડીમાં ખોદકામ કરવા માટેની વનવિભાગ દ્વારા આપવામાં આવેલ પરમિશન માટેના જરૂરી દસ્તાવેજ બતાવવા કે રજુ કરવા કહેવામાં આવ્યું હતુ.

જો કે જીઓ કંપનીના કોન્ટ્રાકટર પાસે વનવિભાગની કોઈ જ પ્રકારની પરમિશન લેવામાં આવી ન હતી. અને વિડીમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્થળ ઉપર જ રબારીકા રાઉન્ડ સ્ટાફ મહેશ સૌંદરવા, યાસીનભાઈ જુનેજા, સાહિદખાન પઠાણ દ્વારા સ્થળ ઉપર જ જીઓના કોન્ટ્રાકટરને 25 હજારનો દંડ વસુલ કર્યો હતો અને પરમિશન વગરનું ખોદકામ બંધ કરવાયું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-25000-penalty-for-forest-land-for-private-company-for-excavation-without-approval-in-rydy-vidi-031026-3581956-NOR.html

No comments: