Wednesday, January 30, 2019

ખાંભા ખાતે તુલસીશ્યામ રેન્જની કચેરી આવેલી છે. ત્યારે આ તુલસીશ્યામ રેન્જમાં મોટાભાગની કામગીરી કાગળ ઉપર જ થતી...

Divyabhaskar.com | Updated - Jan 17, 2019, 02:51 AM

Amreli News - ખાંભા ખાતે તુલસીશ્યામ રેન્જની કચેરી આવેલી છે. ત્યારે આ તુલસીશ્યામ રેન્જમાં મોટાભાગની કામગીરી કાગળ ઉપર જ થતી...ખાંભા ખાતે તુલસીશ્યામ રેન્જની કચેરી આવેલી છે. ત્યારે આ તુલસીશ્યામ રેન્જમાં મોટાભાગની કામગીરી કાગળ ઉપર જ થતી હોય અને બિલો બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની શકયતાના પગલે મોટા બારમણના આરટીઆઇ એકટીવીસ્ટ દ્વારા માહિતી માંગવામા આવતા અરજી પાછી ખેંચી લેવા આરએફઓ દબાણ કરવા હોવાનુ સામે આવ્યું છે.

હરેશભાઈ હિરપરા નામના આરટીઆઇ કાર્યકર્તા દ્વારા ગત તારીખ 18/11/18 ના રોજ જાહેર માહીતી અઘિકારી અને મદદનીશ વન સંરક્ષક ધારી પાસે તુલસીશ્યામ રેન્જના કાર્યક્ષેત્રની વિવિધ મુદાની માહીતી માગવા માટે અરજી કરી હતી. જે બાબતની માહીતી આપવા મદદનીશ વન સંરક્ષક દ્વારા તુલસીશ્યામ રેન્જના રેન્જર પરીમલ પટેલને અરદારની અરજી તપદીલ કરીને જરુરી ફી વસુલીને માહીતી આપવા લેખીત હુકમ કર્યો હતો. તેમ છતા અરજદારને આજદિન સુધી માહીતી આપવામાં આવી નથી. અને અરજદારને અરજી પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી આવી રહ્યાનું અરજદાર કહી રહ્યાં છે.

અરજીના અનુસંધાને આજદિન સુધી માહિતી આપી નથી. તેમજ જાહેર માહિતી અધિકારી આરએફઓ પરિમલ પટેલ દ્વારા આ માહિતી અરજી પાછી ખેંચાવવા માટે હરેશભાઇના નજીકના ગણાતા મિત્રો, રાજકીય આગેવાનો દ્વારા અરજી પાછી ખેંચવા માટે દબાણ કરવામા આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ આ અરજીમાં માંગવા આવેલ માહિતી અનુસંધાને જો જાહેર માહિતી અધિકારી દ્વારા માહિતી આપી દેવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ હોવાનું પણ અરજદાર જણાવી રહ્યા છે. બીજી તરફ આ અરજીના અનુસંધાને અરજદાર પાસે અરજી પાછી ખેંચવા માટે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ દુધાત પાસે પણ આરએફઓ પરિમલ પટેલ ભલામણ લઈને ગયા હતા. અને અરજી પાછી ખેંચવા તેમજ જરૂરિયાત મુજબની માહિતી લઈ માહિતી મળી ગઈ હોવાનું લખાણ કરી આપવા માટે જે સમજવાનું હોય તે સમજાવા માટે પણ તૈયારી બતાવી હોવાનું જાણવા મળી રહ્યું છે આરટીઆઇ કાર્યકર્તા હરેશભાઇ હિરપરાએ જણાવ્યું હતું કે મેં ગત તારીખ 18/11/18 રોજ જાહેર માહિતી અધિકાર હેઠળ ખાંભા ખાતે આવેલ તુલસીશ્યામ રેન્જના જાહેર માહિતી અધિકારી પાસે જરૂરી માહિતી માંગી હતી. ત્યારે તેવો માહિતી આપવાના બદલે રાજકીય અને જ્ઞાતિના આગેવાનો દ્વારા અરજી પાછી ખેંચી લેવા માટે દબાણ કરાવી રહ્યા છે. જયારે માહિતી આપે તો તેઓ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે.

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ દુધાત સાથે ટેલિફોનિક વાતચીત થતા તેઓ દ્વારા જણાવ્યું હતું કે તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલ મારી પાસે આવ્યા હતા અને મોટા બારમણ હરેશભાઈ હિરપરા દ્વારા કરવામાં આવેલ આરટીઆઇ અંગે મને જણાવ્યું હતું અને તેવો મંગેલ માહિતીની જગ્યાએ તેમની જરૂરિયાત જે હોય તે મને જણાવે એ હું પુરી કરી આપીશ તેવું કહ્યું હતું. અને હરેશભાઇને ફોન કરી તેમની રૂબરૂમાં વાત કરી હતી ત્યારે હરેશભાઇ મારી તબિયત બરાબર નથી તેવું જણાવી ફોન કાપી નાખ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-tulsishyam-range-office-is-located-at-khambha-then-this-025139-3679704-NOR.html

No comments: