Wednesday, January 30, 2019

ધારી ગીરપુર્વ વનવિભાગની સરસીયા રેંજમા બોગસ વાઉચર બનાવી ઉચાપત

Divyabhaskar.com | Updated - Jan 18, 2019, 02:25 AM

Amreli News - ધારી ગીરપુર્વ વનવિભાગની સરસીયા રેંજમા બોગસ વાઉચર બનાવી ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચરવામા આવતો હોવાની એક અરજદારે...
ધારી ગીરપુર્વ વનવિભાગની સરસીયા રેંજમા બોગસ વાઉચર બનાવી ઉચાપત કરી ભ્રષ્ટાચાર આચરવામા આવતો હોવાની એક અરજદારે અગાઉ અરજી કરી હોય અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા આ બારામા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે જેને પગલે તત્કાલિન આરએફઓ, બિટગાર્ડ સહિત કર્મીઓમા ફફડાટ ફેલાયો છે.

ધારી નજીક કરોડોના ખર્ચે બનેલ આંબરડી સફારી પાર્ક સહિતના કામોમા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાની અરજદારે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી હતી. જે અંતર્ગત વનવિભાગની વડી કચેરી અગ્ર મુખ્ય વન સંરક્ષકની તકેદારી શાખા દ્વારા આ મામલે તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

અરજદારે દસ્તાવેજી પુરાવા તેમજ ફોટોગ્રાફસ પણ રજુ કર્યા હતા. અનેક ઇસમોના નામે બોગસ વાઉચર બનાવી ઉચાપત કરવામા આવી હોવાનુ અરજીમા જણાવાયું હતુ. વન સંરક્ષણ માટે ઉછેરવામા આવતા રોપા તેમજ ફાયર લાઇનની કામગીરીમા પણ બોગસ વાઉચર બનાવી ઉચાપત આચરવામા આવી હોવાનુ તેમા જણાવાયું હોય સ્થાનિક તંત્ર દ્વારા કયારેય આ અંગે તપાસ કરાઇ ન હોય વડી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામા આવતા અનેક અધિકારી, કર્મચારીઓના તપેલા ચડી જાય તેવુ જણાઇ રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-assuming-that-the-girijpuriw-forest-department39s-sarasia-ranjma-bogus-voucher-is-embezzlement-022555-3688391-NOR.html

No comments: