Wednesday, January 30, 2019

સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સીમમાં પાછલા કેટલાક સમયથી એક

Divyabhaskar.com | Updated - Jan 05, 2019, 02:00 AM

Amreli News - સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સીમમાં પાછલા કેટલાક સમયથી એક દિપડાએ ધામા નાખ્યા હોય અને એક ખેતમજુર પર હુમલો...
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સીમમાં પાછલા કેટલાક સમયથી એક દિપડાએ ધામા નાખ્યા હોય અને એક ખેતમજુર પર હુમલો કરી ઇજા પણ પહોંચાડી હોય આખરે વનતંત્રએ આ દિપડાને પાંજરે પુરતા લોકોએ હાંશકારો અનુભવ્યો છે.

અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં ઠેકઠેકાણે દિપડાની રંજાડ છે. સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે પણ આવી જ રંજાડ જોવા મળી હતી. અહિં સીમમાં પાછલા કેટલાક સમયથી દિપડાએ ધામા નાખ્યા હોય સીમમાં અવર જવર કરતા લોકોમાં અને ખાસ કરીને ખેડૂત વર્ગમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. આ દિપડાએ થોડા સમય પહેલા એક ખેતમજુર પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો.

ત્યારથી આ દિપડાને પાંજરે પુરવાની માંગ ઉઠી હતી. દરમિયાન ગામના બાવચંદભાઇ ચોડવડીયાની વાડીમાં દિપડાને પકડવા માટે પાંજરૂ મુકાયુ હતુ અને આજે વહેલી સવારે આ દિપડો પાંજરામાં સપડાઇ ગયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-one-of-the-last-few-days-in-the-village-of-amberi-in-savarkundla-taluka-020040-3581968-NOR.html

No comments: