Divyabhaskar.com | Updated - Jan 21, 2019, 11:09 AM

રાજમાતા સિંહણની ફાઇલ તસવીર
-
1.જેવી રીતે ગીરના ગૌરવશાળી સાવજોમા ક્રાંકચ પંથકના પ્રાઇડની એક અનોખી ઓળખ છે. તેવી જ રીતે 40 સાવજોના આ પ્રાઇડમા રાજમાતા સિંહણની અનોખી ઓળખ છે. કારણ કે ક્રાંકચ પંથકમા સૌપ્રથમ આ જ સિંહણ આવી હતી અને હાલમા અહીં વસતા તમામ સાવજો તેનો જ પરિવાર છે. આ સિંહણ 18 વર્ષ કરતા પણ મોટી ઉંમરની છે અને પોતાની વૃદ્ધાવસ્થા ગાળી રહી છે. વર્ષ 2008માં સરકારના આદેશ મુજબ દહેરાદુનની સંસ્થા દ્વારા આ સિંહણના ગળામા રેડીયો કોલર પહેરાવાયો હતો. રેડીયો કોલરના કારણે સેટેલાઇટ મારફત આ સિંહણની મુવમેન્ટની સતત જાણકારી મળતી હતી.
-
એસીએફ આ વાતથી અજાણ છે
2.ગીર પૂર્વના એસીએફ ગોજીયા સાથે ટેલીફોનિક વાતચીત થતા તેમણે રેડીયો કોલર સિંહણનો પટ્ટો છોડી નખાયો છે કે કેમ તે અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું.
-
સિંહણનાં ગળામાં હાલમાં બેલ્ટ નથી: આરએફઓ
3.સ્થાનિક આરએફઓ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલ રાજમાતા સિંહણના ગળામાં બેલ્ટ જોવા મળતો નથી. જે તૂટી ગયો હોવાનું મનાય રહ્યું છે. -
રેડીયો કોલર જોઇ લોકો સિંહ દર્શન માંડી વાળતા
4.આ રેવન્યુ વિસ્તારમાં સાવજો નજરે પડી જાય તો લોકોના ટોળા એકઠા થઇ જાય છે. જો કે રેડીયો કોલર સિંહણની એટલી ધાક હતી કે લોકો રેડીયો કોલરના પટ્ટાવાળી સિંહણને જુએ એટલે સિંહ દર્શનનું માંડી વાળતા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-radio-caller-leave-of-rajmata-lioness-at-liliya-gujarati-news-6011702.html
No comments:
Post a Comment