Wednesday, January 30, 2019

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર શિકારની શોધમાં

Divyabhaskar.com | Updated - Jan 30, 2019, 02:07 AM

Amreli News - અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર શિકારની શોધમાં કોઇને કોઇ ગામમાં આવી ચડે છે. હવે તો ગ્રામ્ય...
અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો અવાર નવાર શિકારની શોધમાં કોઇને કોઇ ગામમાં આવી ચડે છે. હવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા લાગવા માંડ્યા હોય સાવજોની અવર જવર તેમાં કેદ થઇ જાય છે. ચલાલાના વાવડી ગામમાં ગઇરાત્રે બે સાવજોએ લટાર મારતા તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતાં.

અમરેલી જીલ્લામાં રાજુલા, જાફરબાદ, સાવરકુંડલા, ખાંભા, લીલીયા, અમરેલી અને ધારી તાલુકામાં સાવજોની મોટી વસતી છે. આ ઉપરાંત બગસરા, વડીયા, બાબરા કે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોની અવર જવર થતી રહે છે. ગીર કાંઠાના ગામડાના લોકો તો સીમમાં સાવજોની હાજરીથી ટેવાઇ ગયા છે. પરંતુ હવે આ સાવજો કોઇપણ ગામમાં ઘુસી જાય છે. શિકાર અને પાણીની શોધ સાવજોને ગામડાની શેરીઓમાં લઇ આવે છે.

જો કે સાવજો દિવસના ભાગે કોઇ ગામમાં આવતા નથી પરંતુ રાત્રીના સમયે સુનકાર થયા બાદ કોઇપણ ગામની બજારમાં લટાર મારવા નિકળી પડે છે. ચલાલા નજીક આવેલા વાવડી ગામે ગઇરાત્રે બે સાવજોએ બજારમાં લટાર મારી હતી. એક ઘરના સીસીટીવી કેમેરામાં તેની તસવીરો કેદ થઇ હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-in-the-revenue-area-of-amreli-district-regularly-looking-for-hunting-020737-3773408-NOR.html

No comments: