- કરોડોનો ખર્ચ અને મસમોટો સ્ટાફ હોવા છતાં પણ નરઘોળ વહિવટી તંત્ર સાવજોની રક્ષા કરવામાં સદંતર નિષ્ફળ
- સવારે છ વાગ્યે સિંહ ટ્રેઇન હડફેટે ચડયો અને તંત્ર મોડેથી જાગ્યું : બે સિંહણના મોત પછી સિંહનો ભોગ
ગીર કાંઠાના અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજો મોટી સંખ્યામાં વસી રહ્યા છે. આ સાવજો વાડી-ખેતરમાં હોય ત્યારે ખેડૂતો ખેતી કરવા જઇ શકતા નથી. ખેડૂતો કે માલધારીઓના ઉપયોગી માલઢોરનું સાવજો મારણ કરે છે. આમ છતાં અહિંની સિંહપ્રેમી જનતા સાવજોને પ્રેમ કરતી હોવાથી તેનું રક્ષણ કરે છે. પરંતુ કરોડોનો ખર્ચ કરવા છતાં અને મસમોટો સ્ટાફ હોવા છતાં નઘરોળ વહીવટીતંત્ર સાવજોની રક્ષામાં સદંતર નિષ્ફળ જઇ રહ્યુ છે. જેને પગલે છેલ્લા એક માસમાં માત્ર ટ્રેઇન હડફેટે ચડી જવાના કારણે આપણે છ છ સાવજો ગુમાવ્યા છે. આ મુદે પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ છે.
કોઇ સાવજ ટ્રેઇન હડફેટે ચડી જાય અને તે ગંભીર રીતે ઘાયલ હોય તેવા સમાચાર મળે તો ઘટનાની ગંભીરતા કેટલી છે અને આ સાવજને તાકીદે સારવારની જરૂર કેટલી છે તે વાત કદાચ નાનામાં નાનો માણસ પણ સરળતાથી સમજી શકે. પરંતુ જેને આ સાવજોના રક્ષણની જવાબદારી સોંપાય છે તે વનતંત્ર આજે આ ઘટનાની ગંભીરતા સમજવામાં સદંતર નિષ્ફળ રહ્યુ હતું. જેને પગલે ભારત દેશની અમુલ્ય ધરોહર સમા એક સાવજે પ્રાણ ગુમાવવા પડયા હતાં. તંત્ર દ્વારા તેની સારવારની તાકીદે વ્યવસ્થા કરાય હોત તો સંભવત: આ સાવજને બચાવી શકાયો હોત. સાવરકુંડલાના ભમ્મર નજીક આજે મૃત્યુ પામેલા સાવજને માલગાડીએ છએક વાગ્યા બાદ હડફેટે લીધો હતો. જેને પગલે તેને ગંભીર ઇજા પહોંચતા તે હાલી-ચાલી શકતો ન હતો અને પીડાના કારણે કણસતો રહ્યો હતો. વનતંત્રને આ બારામાં વહેલી જાણ થઇ ગઇ હતી. પરંતુ તાકીદે સાવજને સારવાર આપવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ હતું.

તંત્રના આવા જડ અને બેજવાબદારી ભર્યા વલણ સામે સિંહ પ્રેમીઓમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. દેશના જુદા જુદા ભાગોમાંથી આવતા માલગાડીઓના ચાલકોને આ વિસ્તારોમાં સાવજોની હાજરી વિશે ખબર સુધ્ધા નથી હોતી. વન તંત્ર દ્વારા માલગાડીઓના ચાલકો આ મુદે સાવચેત રહે તે માટે તેને જાણકારી આપવાનો પણ પ્રયાસ કરાતો નથી. અમરેલી જીલ્લામાં આજે ઠેર ઠેરથી આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વન અને રેલવે તંત્રના જવાબદારો સામે પગલા લેવા માંગ ઉઠી હતી. ઉલ્લેખનીય એ છે કે, એક તરફ સિંહને જાળવણીના દાવા વચ્ચે એક મહિનામાં ટ્રેનની હડફેટે બે સિંહણ અને એક સિંહના મોતથી સિંહ પ્રેમીઓમાં ભારોભાર રોષ વ્યક્ત થઇ રહ્યો છે. જયારે વન વિભાગે આજે પણ આ ઘટના પછી કાર્યવાહી હાથ ધરી છે.

બરાબર એક મહિના પછી બીજો અકસ્માત
રાજુલા-ભેરાઇ રેલવ ટ્રેક પર બરાબર એક મહિના પહેલા ગત ૨૨મી તારીખે માલગાડી હડફેટે બે સિંહણના મોત થયા હતાં. અહિં માત્ર પીપાવાવ પોર્ટમાં માલની હેરફેર માટે માલગાડીઓ આવ-જા કરે છે. આ માલગાડીએ હડફેટે લીધેલી બે સિંહણ પૈકી એક સિંહણના પેટમાં રહેલા ત્રણ બચ્ચાનું પણ મોત થયુ હતું. તેના એક મહિના પછી આજે ફરી ૨૨મી તારીખે માલગાડી હડફેટે ગીરની શાન સમા વધુ એક સાવજનું મોત થયુ હતું.
વડાળ ખાતે કરાયુ પીએમ
દર્દીથી કણસી રહેલા સાવજને જ્યારે પાંજરામાં પુરવામાં આવ્યો ત્યારે અહિં ઉપસ્થિત લોકો એવું સમજ્યા હતાં કે તેને સારવાર માટે લઇ જવાઇ રહ્યો છે. પરંતુ તે સમયે જ સિંહનું મોત થતા આખરે તેને પોસ્ટ માર્ટમ માટે વડાળ લઇ જવાયો હતો. અહિં પીએમ દરમીયાન તેના પાંસળાના હાડકા તુટી ગયાનું પણ ખુલ્યુ હતું.

રેલવે તંત્ર દ્વારા ઘટનાની સ્થાનીક આરએફઓ ભાલોડીયાને જાણ કરાઇ હતી. જો કે એસીએફ એમ.એમ. મુની અહિં સૌ પ્રથમ પહોંચ્યા હતાં. બાદમાં આરએફઓ ભાલોડીયા, ડીએફઓ અંશુમન શર્મા, વેટરનરી ડો. હિતેષ વામજા, અમિતભાઇ ઠાકર, સમીરભાઇ દેવમુરારી વિગેરે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
માલગાડીના ડ્રાઇવરે ઘટના અંગે જાણકારી આપી
સાવરકુંડલાના ભમ્મર નજીક વહેલી સવારે આ સિંહ માલગાડી હડફેટે ચડયા બાદ આ માલગાડી જ્યારે સાવરકુંડલા પહોંચી ત્યારે ચાલક દ્વારા સાવરકુંડલાના સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી હતી અને સ્ટેશન માસ્તર દ્વારા આ અંગે સ્થાનીક આરએફઓ ભાલોડીયાને જાણ કરવામાં આવી હતી.
પીએમ રીપોર્ટ જનતા સમક્ષ જાહેર કરો
ભીખુભાઇ બાટાવાળાએ માંગણી ઉઠાવી હતી કે જે જે વિસ્તારમાં વન્ય પ્રાણીના કમોતની ઘટના બને ત્યારે ત્યાંની જનતાની જાણકારી માટે વન વિભાગ દ્વારા તેનો પીએમ રીપોર્ટ જાહેર થવો જોઇએ. વન વિભાગે જનતાની જાણ માટે સમાચાર અને જાહેરખબરના રૂપમાં આ રીપોર્ટ પ્રસિધ્ધ કરાવવો જોઇએ.

દારૂનો મોટો જથ્થો ઝડપાય તો પોલીસ અધિકારી સસ્પેન્ડ પણ પ્રાણીના કમોત અંગે વન અધિકારી સામે પગલા કેમ નહી ?
ગીર લાયન નેચર ફાઉન્ડેશને વન્ય પ્રાણીઓના કમોતની વધેલી ઘટના વચ્ચે જે તે વિસ્તારના વન અધિકારી અને કર્મચારીઓની જવાબદારી નક્કી કરી તેમને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવા માંગણી ઉઠાવી છે. ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા માટે ગૃહ વિભાગ દ્વારા જો કોઇ પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો મોટો જથ્થો ઝડપાય તો પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવામાં આવે છે.
વન્ય પ્રાણીઓના કમોતની ઘટના અટકાવવા માટે વન અધિકારી અને કર્મચારીઓની જવાબદારી પણ નક્કી થવી જોઇએ. વન્ય પ્રાણીઓ અકુદરતી રીતે મોતને ભેટે તે કોઇ કાળે ચલાવી ન શકાય. વન કર્મચારીઓને પેટ્રોલીંગ માટે વાહનની પણ સુવિધા આપવામાં આવે છે. પરંતુ પ્રાણીઓની રક્ષા માટે યોગ્ય પગલા લેવામાં આવતા નથી. ત્યારે જો આ અંગે જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવામાં આવે તો વન કર્મચારીઓ પણ વન્ય પ્રાણીઓની રક્ષા માટે ગંભીર બનશે.

.

.
No comments:
Post a Comment