
Bhaskar News, Ratang
|
Feb 26, 2014, 00:24AM IST
હાથીઝુલા કેરીનું વજન તો બે થી ત્રણ કિલોનું ..!!વિસાવદરનાં રતાંગ ગામની એક નર્સરીમાં એકી સાથે ૬૨ પ્રકારની કેરીની વેરાયટીઓ જોવા મળે છે. એમા પણ હાથીઝુલા કેરીનું વજનતો બે થી ત્રણ કિલોનું છે. આઠ માસ સુધી કેરીઓ આંબા પર ઝુલે છે.અહીંની કલમો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. વિસાવદરનાં રતાંગ ગામે પ્રગતિશીલ ખેડૂત સંજયભાઇ વેકરીયાની નર્સરી આવેલી છે.
અહીંયા આલફાન્સો, અમૃતાંગ, વસ્તારા, વશીબદામ, પાયરી, દશેરી, આમ્રપાલી, વન લક્ષ્મી, એપલ મેંગો, હાથીઝુલા સહિતની ૬૨ પ્રકારની કેરીની વેરાયટીઓ સાથે બાગમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.
હાલમાં માર્ચથી ઓકટોબર એમ આઠ માસ સુધી બાગમાં કેરીઓ ઝુલતી જોવા મળશે. હાથીઝુલા નામની કેરીમાં આંબાના પાનની લંબાઇ ૨૦ થી ૨પ ઇંચ અને તેનું વજન પણ બે થી ત્રણ કિલો ગ્રામ જેટલું હોય છે. આ ગામની કેરીની કલમો દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને નિકાસ થાય છે.
No comments:
Post a Comment