Friday, February 28, 2014

સાવજોના વિસ્તારમાંથી સો કિમીની ઝડપે દોડે છે કોલસા ભરેલી માલગાડી.

સાવજોના વિસ્તારમાંથી સો કિમીની ઝડપે દોડે છે કોલસા ભરેલી માલગાડી

Bhaskar News, Amreli | Feb 24, 2014, 01:20AM IST
- રેલવે તંત્રના સહકાર વગર મુશ્કેલ છે સાવજોની રક્ષા

જયાં સાવજો ખુલ્લામાં જંગલ બહાર વિહાર કરે છે તે જ વિસ્તારમાં રેલવે તંત્રની માતેલા સાંઢ જેવી કોલસા ભરેલી માલગાડીઓ પ્રતિ કલાક સો કિમીની ઝડપે દોડી રહી છે. દિવસ હોય કે રાતનો સમય હોય આ માલગાડીઓથી સાવજોની રક્ષા કરવી ખુબ જ મુશ્કેલ છે. પીપાવાવ પોર્ટમા આવતી જતી માલગાડીઓ પર ગતિ મર્યાદા લાદવામા આવે તેવી પ્રકૃતિપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે. રાજુલાના પીપાવાવ પોર્ટ આસપાસમા ઔદ્યોગિક વિકાસના પગલે માલગાડીઓની હેરફેર માટે અહી ખાસ રેલવે લાઇન બીછાવવામા આવી છે.

હાલમાં દરરોજ પીપાવાવમા ૩૦ થી ૪૦ માલગાડીઓની અવરજવર થાય છે. રેલવે તંત્રએ કોલસા ભરેલી માલગાડી ઓછામા ઓછી સો કિમીની ઝડપે ચલાવવી તેવો નિયમ રાખ્યો છે. ત્યારેઆટલી સ્પીડમા માલગાડી ચલાવતો ડ્રાઇવર ટ્રેક પર સાવજ નજરે ચડે તો પણ તેની રક્ષા ન કરી શકે તે સૌ કોઇ સમજી શકે તેમ છે.

અહી રેલવે તંત્રને તેની મર્યાદા પણ નડી રહી છે કારણ કે ૩૦ થી ૪૦ માલગાડીની દિવસમા અવરજવર કરવા માટે જો ગતિ મર્યાદા લાદવામા આવે તો માલગાડીના ટ્રાફિકને પહોંચી વળવુ તંત્ર માટે મુશ્કેલ બને. તો બીજી તરફ પીપાવાવથી લઇ લીલીયા સુધીના વિસ્તારને સાવજોએ કુદરતી રીતે જ પોતાનુ રહેઠાણ બનાવ્યુ હોય હવે આ સાવજો ભગવાન ભરોસે છે.
તમામ રેલવે સ્ટેશને લેખિતમા જાણ કરાઇ

સાવરકુંડલા રેંજના આરએફઓ ભાલોડીયાએ દિવ્યભાસ્કરને જણાવ્યુ હતુ કે ભંમર અને ભેરાઇની ઘટનાને પગલે વનવિભાગ દ્વારા આ વિસ્તારના તમામ રેલવે સ્ટેશનોને લેખિત જાણ કરી સાવજોની રક્ષા માટે માલગાડીઓની સ્પીડ ઓછી કરવી, વારંવાર વ્હીસલ વગાડવી, સાવજો નજરે પડે તો ગાડી ઉભી રાખવી જેવા અનેક સુચનો કરાયા છે.

No comments: