Monday, March 30, 2015

5 હજાર છાત્રોનો સંકલ્પ : પ્લાસ્ટિકનો ઉપયોગ નહિં .

5 હજાર છાત્રોનો સંકલ્પ : પ્લાસ્ટિકનો ઉપયોગ નહિં
  • DivyaBhaskar News Network
  • Mar 09, 2015, 03:35 AM IST
પ્રતિબંધિતપ્લાસ્ટિકના બેફામ ઉપયોગે અનેક સમસ્યાઓ સર્જી છે. પ્રકૃતિની ઘોર તો ખોદાઇ રહી છે સાથેસાથે માણસ અને પ્રાણીજાતને પણ મોટુ નુકશાન થઇ રહ્યું છે. ત્યારે અમરેલીમાં પ્લાસ્ટિક સામે દિવ્યભાસ્કરે કરેલા લોકજાગૃતિના પ્રયાસના ફળ સ્વરૂપે લોકોમાં જાગૃતિની ચેતનાનો સંચાર થયો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામા ઓછો થાય તે અંગે નગરના લોકોએ જાગરૂકતાના દર્શન કરાવ્યા છે. અમરેલી શહેરની વિવિધ શાળાના છાત્ર-છાત્રાઓ પણ અભિયાનથી અળગા રહ્યાં હતા અને શહેરમાં મોટી સંખ્યામા છાત્ર-છાત્રાઓએ નકામા અને બિનજરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવા પ્રતિજ્ઞાઓ લીધી હતી.

દિવ્યભાસ્કરના પ્લાસ્ટિક સામે જનજાગૃતિના પ્રયાસને અનુસરીને અમરેલી શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પાંચ હજારથી વધુ છાત્ર-છાત્રાઓએ પ્લાસ્ટિકનો બિનજરૂરી ઉપયોગ નહી કરીને શહેરની સ્વચ્છતામા સહભાગી બનવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

એક તરફ નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત કરાયા હોય તેવા ઝબલાઓનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કાયદાકીય પગલા લેવા તજવીજ કરાઇ છે તેવા સમયે શહેરની વિવિધ સંસ્થાઓએ પણ બે કદમ આગળ વધીને લોકજાગૃતિ લાવવા શહેરની બજારોમાં થેલીઓનું વિતરણ કર્યુ છે. પ્લાસ્ટિક પર અંકુશ માટે થયેલા પ્રયાસોનો સીલસીલો શહેરના નાગરિકો આગળ ધપાવતા રહે અને તેના થકી શહેરને રળીયામણુ અને સ્વચ્છ બનાવવા પોતાનુ યોગદાન આપતા રહે તે ઇચ્છનીય છે.

ડાયનેમિક ગ્રુપ દ્વારા પાંચ હજાર થેલીનું વિતરણ

પાઠક સ્કુલના છાત્રોએ લીધા શપથ

પ્લાસ્ટિકનો બેફામઉપયોગ અટકાવવા છાત્રોએ પણ મોટા પ્રમાણમાં જાગરૂકતા દાખવી હતી. પાઠક સ્કુલના સંચાલક પાઠક સાહેબ, વિજયભાઇ વિગેરેના માર્ગદર્શન નીચે અમરેલીની પાઠક સ્કુલના તમામ છાત્રોએ માણસજાત અને પશુઓ અને પ્રકૃતિ માટે હાનિકારક પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશું તેવા શપથ લીધા હતા. અને રીતે અમરેલી શહેરને પણ સ્વચ્છ બનાવવા ભુમિકા ભજવવાનો નિર્ધાર વ્યકત કરી વિદ્યાર્થીનીઓએ પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવા શપથ લીધા હતા.

અમરેલીમાં લાઠીરોડ પર આવેલ શ્રીજી વિદ્યાર્થી ભુવન અને સરસ્વતી વિદ્યાલયના પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના છાત્રોએ પણ અમરેલી શહેરને હંમેશા ગંદુ ગોબરૂ રાખનાર અને સૌ કોઇ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવાનો સંકલ્પ લીધો હતો. શ્રીજી વિદ્યાર્થી ભુવનના સંચાલક દિપકભાઇ વઘાસીયાએ છાત્રોને પ્લાસ્ટિકની આડઅસરો વિશે જાણકારી આપી તેના ઘાતક પરિણામોથી ચેતવ્યા હતા. સંકલ્પ પુર્વે મહેન્દ્રભાઇ જોષીએ પણ છાત્રોને ઉપયોગી માહિતી પુરી પાડી હતી.

શ્રીજી વિદ્યાર્થી ભુવનના છાત્રો પણ જોડાયા

દિવ્યભાસ્કરના સમાધાનહળીમળીનેના પ્રયાસને વધાવી અમરેલીના ડાયનેમિક ગ્રુપ દ્વારા ઓકસફર્ડ સ્કુલ, જિલ્લા ખોડલધામ સમિતી અને વિવેક કોલેજના સંયુકત ઉપક્રમે પ્રકૃતિની ઘોર ખોદતા પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ અટકાવવા લોકજાગૃતિના પ્રયાસના ભાગરૂપે શહેરની બજારોમાં પાંચ હજાર થેલીઓનું વિતરણ કરાયુ હતુ. ડાયનેમિક ગ્રુપના ચેરમેન પ્રોફેસર હરેશ બાવીશીના માર્ગદર્શન હેઠળ ઓકસફર્ડ સ્કુલ અને વિવેક કોલેજની વિદ્યાર્થીનીઓએ શહેરની બજારોમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કરે કરી પહેલ… પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરવા સંસ્થાઓ સાથે યુવાધન પણ જોડાયું

दैनिक भास्कर¾

પ્લાસ્ટીક પર અંકુશ

સમાધાન હળીમળીને

No comments: