Monday, March 30, 2015

પાણીની કુંડી નજીકથી સફેદ પાઉડર જેવો પદાર્થ મળી આવ્યો.


DivyaBhaskar News Network

Mar 28, 2015, 05:35 AM IST

ખાંભાતાલુકાના તાતણીયા ગામે સીમમાં આવેલ એક ખેતરમાં દસ નીલગાયના મૃતદેહો પડયા હોવાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આશરે સાતેક વર્ષની ઉંમરની દસ નીલગાયો મોતને કેવી રીતે ભેટી તે જાણવા વનવિભાગે તપાસ હાથ ધરી છે. ખેતરમા આવેલ પાણીની કુંડી નજીકથી વનવિભાગને સફેદ પાઉડર જેવો પદાર્થ પણ મળી આવ્યો હતો. જેને એફએસએલમા મોકલી દેવામા આવ્યો છે.

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ વાડી ખેતરોમાં નીલગાયો મોટી સંખ્યામા વસવાટ કરે છે. ત્યારે તાતણીયા ગામે આવેલ ગીરધરભાઇ દામજીભાઇ વરીયાના ખાલી ખેતરમાં દસ નીલગાયોના મૃતદેહો પડયા હોય અંગે વનવિભાગને જાણ કરવામા આવતા આરએફઓ સહિત વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. નીલગાયના મૃતદેહોને સ્થળ પર પોસ્ટમોર્ટમ કરવામા આવ્યું હતુ.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જે ખેતરમાં દસ નીલગાયોના મૃતદેહ પડયા હતા તેનાથી થોડે દુર પાણીની કુંડી આવેલી છે તેની નજીકથી સફેદ પાઉડર જેવો પદાર્થ મળી આવતા વનવિભાગે એફએસએલમા તેનો નમુનો મોકલી દીધો છે. નીલગાયો મોતને કેવી રીતે ભેટી તેનુ સાચુ કારણ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં અનેક વખત નીલગાયો વાડીમાં યુરિયા નાખેલુ પાણી પી મોતને ભેટી હોવાના અનેક બનાવો બન્યાં છે.

અગાઉ પણ પાણી પીવાથી મોત થયા હતા

અમરેલીપંથકમાંગ્રામ્ય વિસ્તારોમાં વાડી ખેતરોમાં અનેક વખત યુરીયાવાળુ પાણી પીવાથી ભુતકાળમાં અનેક નીલગાયો મોતને ભેટી હોવાના બનાવો બન્યા હતા.

No comments: