Monday, March 30, 2015

સાવજોના વિસ્તાર શેઢાવદરની સીમમાં દવ : ઘાસચારો ખાક

સાવજોના વિસ્તાર શેઢાવદરની સીમમાં દવ : ઘાસચારો ખાક
  • Bhaskar News, Liliya
  • Mar 18, 2015, 01:19 AM IST
- સાવજોના વિસ્તાર શેઢાવદરની સીમમાં દવ : ઘાસચારો ખાક

લીલીયા : લીલીયા તાલુકાના રેવન્યુ વિસ્તાર અને બાવળોના જંગલમાં જ્યાં સાવજો વસે છે તે વિસ્તારમાં અગાઉ બે વખત દવની ઘટના બની ચુકી છે ત્યારે આજે વધુ એક ઘટનામાં શેઢાવદર અને નાના લીલીયા ગામ વચ્ચે રેવન્યુ વિસ્તારમાં દવ લાગતા દોઢસો વિઘાથી વધુ વિસ્તારમાં ઘાસ, ઝાડ, પાનનો નાશ થયો હતો.

લીલીયા તાલુકાના મોટાભાગના વિસ્તારો પર સાવજોએ કબજો જમાવ્યો છે. પણ ખાસ કરીને ક્રાંકચ પંથકમાં આવેલા બાવળના જંગલો તેને વધુ માફક આવ્યા છે. જ્યાં અવાર જવાર સાવજો આવી ચડે છે તે શેઢાવદરની સીમમાં નાળીયેરો અને ભાંભળી વિસ્તારમાં આજે બપોરે દવની શરૂઆત થઇ હતી. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ બપોરે અઢીથી ત્રણેક વાગ્યાના સુમારે અહિં ઘાસ અને ઝાડીમાં દવ શરૂ થયો હતો.

જો કે આ વિસ્તારમાં પાંખી ઝાડી અને ટુંકુ ઘાસ હોય દવ આગળ વધે તે પહેલા જ વન વિભાગનો સ્ટાફ અહિં દોડી આવ્યો હતો. પોલીસ અને હોમગાર્ડના જવાનોની મદદ લઇ બહુ ઝડપથી દવ પર કાબુ મેળવી લેવાયો હતો. આમ છતાં અહિં આખરે 150 વિઘા વિસ્તારમાં ઘાસચારો, ઝાડ-પાનને નુકસાન થયુ હતું.

No comments: