Monday, March 30, 2015

બે દિવસ પહેલા ખાંભામાં બનેલી સાવજોના બળદ મારણની ઘટનામાં તપાસ શરૂ

બે દિવસ પહેલા ખાંભામાં બનેલી સાવજોના બળદ મારણની ઘટનામાં તપાસ શરૂ

  • Bhaskar News, Khambha
  • Mar 15, 2015, 01:36 AM IST
- ખાંભાના રાહાગાળામાં સાવજોના બળદ મારણની ઘટનામાં તપાસ શરૂ
- બળદ કોણ અને કયાંથી લઇ આવ્યું તે તરફ તપાસ

ખાંભા : ખાંભા નજીક આવેલા રાહાગાળા વિસ્તારમાં બે દિવસ પહેલા બનેલી 11 સાવજો દ્વારા મારણની ઘટના અંગે વનવિભાગ હરકતમા આવ્યું છે. વનવિભાગ દ્વારા મારણની ઘટના બની તે વાડી માલિક સહિત આસપાસના વિસ્તારોમાં વાડી ધરાવતા ખેડૂતોના નિવેદન લેવાની કામગીરી કરવામા આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. રાહાગાળા વિસ્તારમાં ખડાધારના ખેડૂત ભગવાનભાઇ રાઠોડના ખેતરમાં 11 સાવજો દ્વારા એક બળદનુ મારણ કરવાની ઘટના બની હતી. આ ઘટના લાયન શો હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠી હતી ત્યારે હવે વનવિભાગ હરકતમા આવ્યું હતુ અને વાડી માલિક સહિત આસપાસમા વાડી ધરાવતા ખેડૂતોના નિવેદનો લેવાની કામગીરી કરવામા આવી હતી.

તટસ્થ તપાસ થશે- ડીએફઓ

ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે રાહાગાળામા બનેલી ઘટના અંગે તટસ્થ તપાસ શરૂ કરી દેવામા આવી છે. વાડી માલિક ઉપરાંત આસપાસ વાડી ધરાવતા ખેડુતોના નિવેદન અને પુછપરછ કરવામા આવી રહી છે.

3 ખેડૂતોના નિવેદન લઇ પંચરોજ કામ કરાયું

તુલશીશ્યામ રેંજના આરએફઓ ઝાલાએ જણાવ્યું હતુ કે ત્રણ ખેડૂતોના નિવેદનો લીધા છે અને પંચરોજ કામ કર્યુ છે જયારે બળદ રેઢીયાર હોવાનુ પ્રાથમિક તપાસમા બહાર આવ્યું છે. આ બળદ અહી કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય છે ઘટના બની ત્યારે વાડી માલિક ખેતરમા જ હોવાનુ જણાવ્યું હતુ.

No comments: