Monday, March 30, 2015

બૃહદગીર વિસ્તારમાં ઉનાળાનાં ધોમધખતા તાપમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની કુંડીઓ ભરાઇ

બૃહદગીર વિસ્તારમાં ઉનાળાનાં ધોમધખતા તાપમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની કુંડીઓ ભરાઇ
  • Bhaskar News, Rajula
  • Mar 19, 2015, 00:02 AM IST
- ઉનાળાનાં ધોમધખતા તાપમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની કુંડીઓ ભરાઇ
- જાળવણી : પર્યાવરણપ્રેમીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું

રાજુલા :
રાજુલા જાફરાબાદ પંથકમાં બૃહદગીર વિસ્તારમાં અનેક સાવજો સહિત વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. હાલમાં ઉનાળાનો ધીમેધીમે આરંભ થઇ રહ્યો છે. ત્યારે વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે અહી 15 જેટલી કુંડીઓ બનાવવામા આવી છે જેમાં હાલ નિયમિત પાણી ભરવામા આવી રહ્યું છે. ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યાં છે. ખાસ કરીને રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ સાવજો સહિત અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે.

ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે વન્યપ્રાણીઓને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે તે માટે અહી 15 જેટલી કુંડીઓ બનાવવામા આવી છે. પર્યાવરણપ્રેમી શિવરાજભાઇ ધાખડા સહિત ટીમ દ્વારા અહીના ભેરાઇ, રામપરા, નાગેશ્રી વિસ્તારમાં આવેલી કુંડીઓનુ નિરીક્ષણ કરવામા આવતા આ કુંડીઓ છલોછલ ભરાયેલી નજરે પડી હતી. આ કુંડીઓ બે ત્રણ દિવસે એક વખત ભરવામા આવે છે. શિવરાજભાઇએ જણાવ્યું હતુ કે તમામ કુંડીઓ પાણીથી ભરેલી જોવા મળી હતી જેથી વનવિભાગને ખોટી રીતે બદનામ કરવુ ન જોઇએ અને મદદ કરવી જોઇએ.

No comments: