Saturday, October 31, 2015

ઝુનાં ડેપ્યુટી ડાયરેક્ટર અને વેટરનરી તબીબ મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે

DivyaBhaskar News Network

Oct 26, 2015, 06:10 AM IST
ઝુનાં ડેપ્યુટી ડાયરેક્ટર અને વેટરનરી તબીબ મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે

કિસન પરમાર. જૂનાગઢ

જૂનાગઢનાંસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ હેઠળ વિદેશમાં મોકલવામાં આવે છે. ત્યારે યુરોપનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાંથી બે પ્રતિનિધિઓ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગની મુલાકાત લેશે. તેમજ ગીરનાં સિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ રહેશે કે કેમ તે અંગે મેડીકલ તપાસ કરશે.

જૂનાગઢ વર્ષોથી ગુજરાતની તેમ દેશની પ્રતિષ્ઠામાં વધારો કરતું રહ્યું છે. ઐતિહાસિક નગરી હોવાની સાથે સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એકમાત્ર વસવાટ સ્થળ ગીર જંગલ દેશ-વિદેશનાં પર્યટકો માટે આકર્ષકરૂપ રહ્યું છે. તેમાં પણ જૂનાગઢ સ્થિત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા સિંહને પ્રાણી વિનિમય કાર્યક્રમ મુજબ દેશનાં તેમજ વિદેશનાં પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવતા હોય છે. અને અન્ય દેશ કે ભારત દેશનાં અલગ-અલગ પ્રાણી સંગ્રહાલયનાં પ્રાણીને સક્કરબાગમાં લાવવામાં આવે છે. ત્યારે ફરી એકવાર ગીર સિંહને વિદેશમાં લઇ જવાની તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત યુરોપ ખંડનાં જેક ઓફ રીપબ્લીક દેશનાં પાટનગર પ્રાગમાં સ્થિત સેન્ટ્રલ ઝુનાં ડેપ્યુટી ડિરેક્ટર તથા વેટરનરી તબીબ આજે જૂનાગઢ આવ્યા છે અને મંગળવારે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેશે અને ગીર સિંહો વિશે સક્કરબાગનાં તબીબો પાસે માહીતી મેળવશે. ઉપરાંત તેમનાં તરફથી પણ મેડીકલ ચકાસણી કરશે અને ગીરસિંહને યુરોપનું વાતાવરણ અનુકુળ આવશે કે કેમ તેનો ખોરાક, રહેણી-કરણી તેમજ અન્ય તમામ આરોગ્યને લગતી બાબતોની ચકાસણી કરશે અને જોકે, પ્રથમ સીધા સાસણ પ્રવાસમાં જતા રહ્યા છે. અગાઉ પણ સક્કરબાગ સગ્રહાલયદ્વારા પ્રાણીઓનાં વિનિમય કરવામાં આવ્યો છે. જે હેઠળ ગીર સિંહોને વિદેશ મોકલવામાં આવ્યા છે.

No comments: