
- Hirendrasinh Rathod, Khambha
- Mar 23, 2016, 16:17 PM IST
રાજુલા: રાજુલા પંથકમાં સાવજોની વસતી દિન પ્રતિદિન વધી રહી છે.
ત્યારે સાવજો અવારનવાર જાહેર રસ્તાઓ પર પણ આવી ચડે છે. પીપાવાવ નજીક
ગઇરાત્રે વીસ મિનીટ સુધી રસ્તા પર સિંહણ આવી જતા વાહન ચાલકોને અનાયાસે જ
સિંહ દર્શનનો મોકો મળી ગયો હતો.
પીપાવાવ નજીક બીએમએસ રોડ પર આજે વીસ મિનીટ સુધી એક સિંહણે રસ્તા પર અડ્ડો જમાવી દીધો હતો. સિંહણે મારણ કર્યા બાદ ભરેલા પેટ સાથે જાણે લટાર મારવા નીકળી હોય તેમ રોડ પર ચડી હતી અને પુલ પર આવી અડ્ડો જમાવી દીધો હતો. આ પુલ પર અવારનવાર સાવજો આવી ચડે છે. અહી સાવજો બચ્ચા સાથે પણ અવારનવાર નજરે પડી જાય છે. સિંહની હાજરીના કારણે અહી વાહન ચાલકોને થંભી જવુ પડયુ હતુ.
મોટર સાયકલ ચાલકોએ પણ પસાર થવાની હિમત કરી ન હતી. પરપ્રાંતિય લોકોને લઇ જતી બસ પણ અહી અટકતા તેઓએ અચરજ સાથે સિંહ દર્શન કર્યા હતા. જો કે બાદમાં આ સિંહણ રસ્તા પરથી ઉતરીને ચાલી જતા વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ઇન્ફાઇટ દરમ્યાન આ સિંહણને એક આંખમાં ઇજા થતાં એક જ આંખથી જોઇ શકે છે. અને બીજા દિવસે સાંજે પણ બે સિંહણો બાઇક ચાલક સામે આવી જતાં તે નાસી છૂટ્યો હતો.
No comments:
Post a Comment