
Posted On January 10, 04:47 PM
નવી વસાહત નજીક પાણીના ખાડા પાસે તરફડીયા મારતા હતા : પક્ષીપ્રેમીઓ દોડી ગયા
ધારીમાં હરિકૃષ્ણનગર પાસે રેલવે ટ્રેક નજીક એક પાણીના ખાડામા ૧૮ જેટલા
પક્ષીઓ જેમાં તેર ટીટોડી અને પાંચ કબુતરો તરફડીયા મારી રહ્યાં હોય અહીથી
પસાર થતા રાહદારીઓને આ વાતની જાણ થતા તેઓએ હોર્નબીલ નેચર કલબના સભ્યોને જાણ
કરતા કલબના પ્રમુખ અજીતભાઇ ભટ્ટ, નરેન્દ્ર જોટંગીયા સહિત અહી દોડી આવ્યા
હતા.
આ પક્ષીઓના મોત ઠંડીથી અથવા ઝેરી ચારો ખાવાથી થયા હોવાનુ પ્રાથમિક
અનુમાન છે. અહી વેટરનરી ડોકટર ન હોવાથી હાલ આ પક્ષીઓના મોતનુ સાચુ કારણ
જાણવા મળી શકયુ નથી.
No comments:
Post a Comment