Bhaskar News, Talala
|
Jan 29, 2014, 01:49AM IST
- દસ દુલ્હા-દુલ્હનોએ નિકાહ પઢયા : અજહરી યંગ ગ્રુપનું આયોજન
- અવસર : હિન્દુ-મુસ્લિમ સમાજનાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં
તાલાલામાં ર૬ જાન્ય.નાં દિવસે સીદી આદિવાસી સમાજનાં સમૂહલગ્ન યોજાયા હતા. અજહરી યંગ ગ્રૃપ દ્વારા યોજાયેલા સમૂહ શાદીમાં જોડાયેલ દસ દુલ્હા-દુલ્હનોને આર્શિવાદ આપવા હિન્દુ-મુસ્લિમ સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તાલાલામાં સીદી સમાજનાં યોજાયેલ સમૂહ શાદી કાર્યક્રમમાં આગલા દિવસે તા.૨પ નાં રાત્રે તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવેલ તા.ર૬ નાં સવારે દસ વાગ્યે નિકાહ કરવામાં આવેલ બપોરે બાર વાગ્યે આમ નમાજ રાખવામાં આવેલ. સમૂહ શાદીનાં આયોજક અજહરી ગ્રૃપ અને સીદી સમાજનાં યુવાનો દ્વારા તૈયારી કરાઇ હતી.સમૂહ શાદીમાં દુલ્હા-દુલ્હનોને આર્શિવાદ આપવા અહેમદભાઇ વલીભાઇ મકવાણા (જીણકા પટેલ)તાલાલા, ફારૂકભાઇ મૌલાના વેરાવળ, સૈયદ અબ્દુલ્લાહ મીંયાબાપુ માંગરોળ, અબ્દુલભાઇ સેતા કેશોદ સહિત તાલાલા નગરપાલિકાનાં સદસ્યો તાલાલાનાં અગ્રણીઓ અને તમામ સમાજનાં આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાતાઓનાં સહકારથી સમૂહ શાદીમાં ભાગ લઇ રહેલ દુલ્હનોને ઘર ઉપયોગી ચીજવસ્તુઓ કરીયાવરમાં ભેટ સ્વરૂપે અપાઇ હતી. સમૂહ શાદીનાં સફળ આયોજન બદલ અજહરી ગ્રૃપને અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા.આ તકે સીદી સમાજનાં આગેવાનોએ પણ યુવાનોનાં આ સમાજલક્ષી કાર્યને બિરદાવી અને પ્રતિ વર્ષે આ આયોજન વધુ મોટું રહે તેવા પ્રયાસોની ખાતરી આપી હતી.

No comments:
Post a Comment