Sunday, August 31, 2014

હસ્નાપુર અને વિલીંગ્ડન ડેમોમાં માછીમારીને સ્ટેન્ડિંગે નકારી.

DivyaBhaskar News Network | Aug 31, 2014, 08:50AM IST

જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. જેમાં જૂનાગઢ મનપા હસ્તાકનાં ડેમોમાં માછીમારીની પ્રવૃત્તિને કમિટીએ નકારી કાઢી હતી. જયારે વિવિધ વિકાસ કામોને મંજૂરીની મહોર મારી હતી. જેમાં મુખ્યત્વે યુડીપીની ગ્રાન્ટમાંથી સંત રોહિદાસનગરમાં બનનાર ઓવરહેડ ટેન્કનાં કામનો સમાવેશ થાય છે.
જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન સંજય કોરડિયાની અઘ્ય ાતામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરનાં વિકાસ કામોને મંજૂરી અને કમિશ્નરની દરખાસ્તો બાબતે ચર્ચા-વિચારણા કરી વિકાસનાં કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે જૂનાગઢ મનપા વિસ્તારમાં આવતા સંત રોહિદાસનગરમાં પાણીની સુવિધા પૂરી પાડવા માટે યુડીપી ગ્રાન્ટ તળે ૮૦ હજાર લિટરની ામતા ધરાવતી ૧૨ મીટર ઉચી ઓવરહેડ ટેન્કની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
જયારે જૂનાગઢ મનપા હસ્તકનાં બે મુખ્ય ડેમો હસ્નાપુર અને વિલીંગ્ડન ડેમમાં મત્સ્યપ્રવૃત્તિ શરુ કરવા અને માછીમારીની પ્રવૃત્તિને મંજૂરી આપવા માટેની કમિશ્નરની દરખાસ્તને નામંજૂર કરાઇ હતી. આગામી દિવસોમાં અમે શહેરનાં વિકાસની બાબતોને પ્રાધાન્ય અપાશે અને લોકોની સુખાકારીનાં કામો પહેલા કરીશું એમ સંજય કોરડિયાએ જણાવ્યું હતું.

No comments: