Monday, February 29, 2016

સક્કરબાગ ઝુંમાં 2015નાં વર્ષમાં માઉસકીપર સહિત 10 પ્રાણીઓનું આગામન

  • DivyaBhaskar News Network
  • Feb 26, 2016, 09:56 AM IST
જૂનાગઢસક્કરબાગ પ્રાણી સંગ્રાહાલય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબીર યાજાઇ હતી. જેમાં ગ્લોબલ વોર્મિંગની અસર સાથે પ્રાણીઓ સાથે શું અસર પડે તે સમજાવ્યું હતું. તેમજ ઝુંના વિકાસ માટે ચાલુ વર્ષ વિદેશમાંથી કેરાકલ, ઝીબ્રા સહિતનાં 10 પ્રાણીઓ લાવવા માટેનાં પ્રયાસો શરૂ છે. તેમજ ગત વર્ષે કિંગકોબ્રા, પોકેટ મંકી સહિતનાં 10 પ્રાણીઓનું આગમન થયું છે.

જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનાં વિકાસ માટે લંડન, જેક રીપબ્લીક દેશોનાં ઝુ ખાતેથી અદાન-પ્રદાન કરવામાં આવશે. બાબતે પ્રાણી સંગ્રહાલય ખાતે શિક્ષણ શિબીર યોજાઇ હતી. જેમાં ગ્લોબલ વોર્મિં, ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાઓથી પ્રાણીઓનાં જીવન સામે અસ્થિત્વ વિશે સમજ આપી હતી.

સક્કરબાગ ખાતે વર્ષ 2015માં દુર્લભ બનતી અને વિદેશી 10 જાતિને લાવવામાં આવી હતી. ચાલુ વર્ષ ઝીબ્રા, ચિત્તો, ગેંડો-કેરાકલ જેવા પ્રાણીઓનું આગામન થશે. તેમજ શિડ્યુલ-1માં દુર્લભ બનતી પ્રજાતિ બાયસન, ચિંકારા, ચૌશીંગા અને ગીધનાં 15 બચ્ચાનો જન્મ-ઉછેર થયો હતો. શિબીરમાં નાયબ વન સંરક્ષક એસ.જે.પંડીત અને પશુ ચિકિત્સા અધિકારી ડો.કડીવાલ ઉપસ્થિત રહ્યા.

No comments: