Monday, February 29, 2016

ઇસાપુરમાં વાડીમાં રમતા બાળકનું કુવામાં પડતા મોત

  • DivyaBhaskar News Network
  • Feb 24, 2016, 10:04 AM IST
જૂનાગઢનાંઇસાપુરમાં રહી ખેતમજૂરી કરતા આદીવાસી પરિવારનું બે વર્ષનું બાળક રમતા-રમતા કુવામાં પડી જતા મોત નિપજ્યું હતું. ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા બાળકની શોધખોળ કરતા આજે તેનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જૂનાગઢનાં ઇસાપુરમાં જયેશભાઇ વાઘજીભાઇની વાડીમાં ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારનાં પીલભાઇ બલુભાઇ ચાંગરનો બે વર્ષનો પુત્ર પ્રિતમ જયેશભાઇ વાઘજીભાઇની વાડીમાં રમતો હતો તે દરમિયાન અકસ્માતે ખુલ્લા કુવામાં પડી ગયો હતો. અને તેનું મોત નિપજ્યું હતું. અચાનક ગુમ થયેલા પરિવારે પુત્રની શોધખોળ હાથ ધરી હતી. જોકે, કોઇ પતો લાગ્યો હતો. બાદમાં બાલા ઉર્ફે હનીફ નામના યુવાને કુવામાં બાળકોને મૃતદેહને તરતો દેખાયો હતો. અંગે જાણ કરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે જામનગર મોકલી અપાયો હતો. અંગે વધુ તપાસ એ.એસ.આઇ ડી.વી.વ્યાસ ચલાવી રહ્યા છે.

No comments: