Monday, February 29, 2016

લંડનમાં ગીરનાં વાતાવરણ અનુકૂળ સિંહનું પાંજરૂ તૈયાર કરવામાં આવશે

લંડનમાં ગીરનાં વાતાવરણ અનુકૂળ સિંહનું પાંજરૂ તૈયાર કરવામાં આવશે
  • DivyaBhaskar News Network
  • Feb 29, 2016, 05:40 AM IST
ઝુલોજીકલ સોસાયટી ઓફ લંડન દ્વારા લંડન ખાતે સાસણમાં થતાં સિંહનાં બ્રીડીંગની જેમ લંડનમાં સિંહ સંવર્ધન માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સૂત્રોનાં જણાવ્યા મુજબ લંડનમાં ગુજરાતમાં ગીરનાં વાતાવરણ જેવું પાંજરૂ તૈયાર કરી સિંહને રાખવામાં આવશે.

એશિયાઇ સિંહોની વસ્તી માટે ગીર સેન્ચ્યુરી ગીર નેશનલ પાર્ક પ્રખ્યાત છે. ગીર વિસ્તારની આજુબાુમાં સિંહની વસ્તી સિમીત હોવાને કારણે તેમનાં સંવર્ધન માટે પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં ઝુલોજીકલ સોસાયટી ઓફ લંડન દ્વારા એશિયાટીક સિંહોનું અભિયાન ચલાવવામાં આવે છે. લંડનમાં સિંહની પ્રજાતીનાં બ્રિડીંગ સંવર્ધન કેન્દ્ર માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે. સાસણ ખાતે દેવળીયા બ્રિડીંગ જેવું લંડનમાં બ્રિડીંગમાં માટે પાંજરૂ તૈયાર થશે. ત્યાં પાંજરામાં ગીરની માફક વાતાવરણ ઉભું કરવામાં આવશે. ગામડાની માફક તેમાં વાતાવરણ ઉભુ કરી સિંહને વાતાવરણ પસંદ આવે તે પ્રકારની કામગીરી આરંભી દેવાઇ છે. લંડનમાં એશીયાઇ સિંહનાં રહેઠાણ વસવાટ માટે વાતાવરણ બિલકુલ અનુકુળ બની રહે તે માટેનો પહેલા સર્વે ગીર ખાતે થયો હતો.

એકસ્કલુઝીવ

લંડનમાં 2500 ચો.ફૂટમાં આયોજન

લંડનમાં25 માર્ચનાં કાર્યક્રમમાં પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ રસ્તો સાથે 2700 ચો.ફૂટમાં પ્રદર્શન યોજાશે. જેમાં ભારતીય થીમ પ્રમાણે તેમાં ટ્રેન સ્ટેશન, સિંહ મંદીર, મોટી શેરી અને ઝુંપડ પટી સહિત કલા પ્રદર્શન રખાશે.

લંડનમાં 25 માર્ચે સિંહનો કાર્યક્રમ

25માર્ચ 2016નાં લંડનમાં સિંહને કાર્યક્રમ રાખ્યો છે. જેમાં લેન્ડ ઓફ લાયન્સથી સાસણ-ગીરમાંથી લંડનમાં પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવશે.

લંડન ખાતે ગીર જેવો માહોલ ઉભો કરવામાં આવશે. }ભાસ્કર

No comments: