Monday, February 29, 2016

મેળમાં બળદગાડી, ઉંટ ગાડી જેવા વાહનો માટે ભવનાથ તરફ પ્રવેશ બંધી

DivyaBhaskar News Network
Feb 23, 2016, 08:40 AM IST
જૂનાગઢનીભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે પરંપરાગત રીતે મહા શિવરાત્રીનો મેળો યોજાનાર છે. મેળામાં બહોળી સંખ્યામાં યાત્રાળુઓની અવર-જવર થતી હોય છે ત્યારે લોકોનું આરોગ્ય જળવાઇ રહે અને ચેપી રોગોનો ઉપદ્રવ થવા પામે તે માટે સાવચેતીના પગલારૂપે પીવાનું પાણી દૂષિત થાય તેવા કૃત્યો કરવા વહિવટીતંત્ર દ્વારા ફરમાન જારી કરાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી તથા તેઓએ નિયુક્ત કરેલા કર્મચારીઓને કામગીરીની દેખરેખ રાખવા અને દોષિતો સામે યોગ્ય પગલા લેવા અધિકૃત કરવામાં આવ્યા છે. વહિવટી તંત્રના જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

ઉપરાંત શિવરાત્રીના મેળામાં ટ્રાફીક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.જાડેજાએ જાહેરનામું બહાર પાડી ભરડાવાવથી ગિરનાર દરવાજાથી ભવનાથ તરફ જતા માર્ગે ઉંટ ગાડી, બળદગાડી, જેવા વાહનોની પ્રવેશ બંધી ફરમાવી છે. પ્રવેશ બંધીની અમલવારી તા.3 થી 8 ફેબ્રુઆરી બંન્ને દિવસો સહિત અમલી બનશે.

No comments: