Monday, February 29, 2016

ટુરીસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર અને કેન્દ્ર ઉભુ કરવા મેયરને રજુઆત

  • DivyaBhaskar News Network
  • Feb 24, 2016, 09:54 AM IST
જૂનાગઢમાંઅનેક ઐતિહાસિક ઇમારતો આવેલી છે. પરંતુ તંત્રનાં ઉપેક્ષીત વલણનાં કારણે જર્જરીત અવસ્થામાં ફેરવાઇ રહી છે. ઇમારતોનું સમારકામ કરી લાઇટીંગ જેવી સુવિધાથી સજજ કરી રીનોવેશન કરવામાં આવેતો જૂનાગઢ શહેર ખરા અર્થમાં હેરીટેજ અને આર્કીટેક ટુરીસ્ટ પોઇન્ટ સાબીત થઇ શકે છે. જૂનાગઢ ઐતિહાસિક નગરી છે. વિશ્વમાં સળંગ જેનો 5 હજાર વર્ષનો ઇતિહાસ હોય એવા નગરોમાં જૂનાગઢનો સમાવેશ થાય છે. શહેરમાં અનેક ઐતિહાૃસીક ઇમારતો આવેલી છે. જે બાંધકામની દ્રષ્ટિએ અજાયબી છે.

આર્કિટેકની દ્રષ્ટીએ પણ અભ્યાસુ વિધાર્થીઓ માટે ખજાનો છે. આવી ઇમારતો પ્રતયે મનપા તંત્ર ઉપેક્ષીત વલણ દાખવી રહી છે. આવી ઇમારતો, કુવા, વાવોની સર્વે કરાવી તેનું સમારકામ કરી તેને લાઇટીંગ થી પ્રકાશીત કરવામાં આવે તો જૂનાગઢ આવતા લાખો પ્રવાસીઓ માટે નવું નજરાણું સાબીત થશે.

ઉપરાંત શહેરમાં વર્ષે દહાડે આવતા 60 થી 70 લાખ પ્રવાસીઓને જૂનાગઢમાં જોવાલાયક સ્થળોની માહિતી મળી રહે તે માટે દરેક રસ્તા પર બોર્ડ લગાવવા અને સાબલપુર ચોકડીએ જુના ઓકટ્રોય નાકાની ઓફીસમાં ટુરીસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર અને ગાઇડની સુવિધા વાળુ કેન્દ્ર ઉભુ કરવા ભાજપના મહામંત્રી ચંદ્રેશ હેરમા દ્વારા મનપાનાં મેયરને રજુઆત કરાઇ છે.

No comments: