Monday, February 29, 2016

વંથલી-વેરાવળમાં નવી સરકારી કોલેજો તો સિંહ સંરક્ષણ માટે ~24 કરોડની જોગવાઇ

  • DivyaBhaskar News Network
  • Feb 24, 2016, 10:04 AM IST
આજરોજ થયેલા રાજય સરકારનાં બજેટમાં સોરઠ માટે કેટલીક મહત્વની વિકાસ લક્ષી કાર્યોની જોગવાઇ કરવામાં આવતા સોરઠવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. બજેટમાં સોરઠનાં મહત્વનાં શહેરોને આવરી લેવામાં આવ્યા છે.

સરકારે જાહેર કરેલા બજેટમાં જૂનાગઢ જિલ્લાનાં ચોરવાડ અને માંગરોળ તેમજ ગીર સોમનાથ જિલ્લાનાં નવ બંદર, માઢવાડ , વેરાવળ, અને સુત્રાપાડામાં મત્સય ઉધોગનાં વિકાસ માટે સુવિધા ઉભી કરવા માટે સાગર ખેડુ યોજનાં અંતર્ગત રૂ. 500 કરોડનું અાયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢની મેડીકલ કોલેજનાં વિસ્તૃતીકરણ માટે વિશેષ ફંડ અને નરસિંહ મહેતા યુનિ.ના બાંધકામની જોગવાઇ ઉપરાંત વેરાવળમાં અને વંથલીમાં સરકારી કોલેજને મંજુરી આપવામાં આવી છે. જૂનાગઢનાં ઘેડ વિસ્તારમાં કચ્છમાં ક્ષાર નિયંત્રણ માટે અનુ કેનાલ કામો માટે રૂ.70 કરોડની જોગવાઇઓ કરવામાં આવી છે.

ખાનગી ભાગીદારીથી ચોરવાડમાં ઇકો ટુરીઝમ અંતર્ગત પ્રવાસીઓ માટે રહેવા સહિતની વ્યવસ્થાની જોગવાઇ ઉપરાંત જૂનાગઢ સીટી સર્વેની રાજયની મોડેલ કચેરી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. કેશોદનાં સામુહિક દવાખાનાને અપગ્રેડ કરી પથારીની સંખ્યા વધારી પેટા જિલ્લાનીકક્ષાની હોસ્પીટલમાં ફેરવાની ખાસ જોગવાઇ કરવામાં અાવતા કેશોદ પંથકમાં દર્દીઓને લાભ થશે. જિલ્લાઓની સાથે ગીર સોમનાથ જિલ્લામાં નવીન પશું ચિકિત્સા સંસ્થા બનાવાશે.

સિંહ સરંક્ષણ માટે રેલ્વેની લાઇનની બન્ને બાજુ તાર માટે રૂ.24 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

No comments: