Friday, May 31, 2019

કાંકચીયાળા ગામે ત્રણ પંજાવાળી દીપડીએ મહિલાને ફાડી ખાધા’તા

DivyaBhaskar News Network

May 30, 2019, 07:50 AM IST
વિસાવદરનાં કાંકચીયાળા ગામે મંગળવાર રાત્રીનાં એક દીપડીએ મકાનમાં પ્રવેશીને મહિલાને ફાડી ખાધી હતી. જે બનાવ બાદ વન વિભાગે પાંજરા ગોઠવેલ. જેમાં રાત્રીનાં સમયે તે માનવભક્ષી દીપડી પાંજરે પુરાઇ ગઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ તાલુકાનાં કાંકચીયાળા ગામે ગતરાત્રીનાં ગામ વચ્ચે મકાનમાં ઘુસીને ઘરમાં પ્રવેશી શારદાબેન વાવૈયાને દીપડીએ ફાડી ખાધી હતી. જે બનાવને લઇને વન વિભાગે ચાર અલગ- અલગ જગ્યાએ મારણ સાથે પાંજરા ગોઠવેલ. જેમાં મારણની લાલચે તે માનવભક્ષી દીપડી વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં પાંજરે પુરાઇ ગઇ હતી. પાંજરે પુરાયા બાદ દીપડીએ પાંજરામાં તોફાન કરી પોતાનું ખુંખાર રૂદ્ર ગ્રામજનોએ જોયેલ. આ માનવભક્ષી ખુંખાર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનો તથા વન વિભાગે રાહત અનુભવી હતી. વન વિભાગે આ માનવભક્ષી દીપડીને સાસણ એનિમલ કેર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ. જયાં તેને આજીવન જેલની સજા ભોગવવાની રહેશે.

આ માનવભક્ષી દીપડી પાંજરે પુરાયા બાદ તેને જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. જેને જોતા પાછળનો ડાબા પગનો પંજો જ ન હતો. આ બાબતે વન વિભાગના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવેલ કે ડોકટર સાથે વાત કરતાં તેમણે જણાવેલ કે એ દીપડી એક પણ વાર પાંજરે પુરાયેલ નથી અને ઇનફાઇટ કે ફાંસલામાં પગ નાનપણમાં જ કપાઇ ગયેલ હોય કેમકે ઘાવ રૂજાઇ ગયેલ છે. વધુમાં જણાવેલ કે એક પગ ન હોવાથી શિકાર કરી શકવામાં અસક્ષમ હોવાથી માનવ વસાહત નજીક રહેતી હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-three-pawed-lizards-at-the-village-of-kankyakayela-used-to-tear-a-woman-075019-4656759-NOR.html

No comments: