Friday, May 31, 2019

વિશ્વ પર્યાવરણ દિવસેે ફ્લેમીંગો પક્ષીઓનું પિન્ક સેલીબ્રેશન યોજાશે

DivyaBhaskar News Network

May 30, 2019, 07:10 AM IST
અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદર શહેરમાં શિયાળાની ઋતુ દરમિયાન હજ્જારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનો જમાવડો રહેતો હોય છે ત્યારબાદ ઉનાળામાં અહીં ખાસ કરીને સફેદ અને ગુલાબી રંગના ફ્લેમીંગો આકર્ષણ જમાવે છે. મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટી દ્વારા છેલ્લા 6 વર્ષથી પિન્ક સેલીબ્રેશનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે પણ આગામી તા. 5 અને 6 જુનના દિવસે પર્યાવરણ દિવસ નિમીતે પિન્ક સેલીબ્રેશનનું આયોજન થશે.

વેટલેન્ડ અને ફ્લેમીંગોની જાગૃતિ માટે યોજાનાર કાર્યક્રમમાં બેંગલોરથી ઈ-બર્ડના મેનેજર પણ હાજરી આપશે. ફ્લેમીંગોના પ્રણયનૃત્ય અને જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓને લગતી ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવશે. ચાલુ વર્ષે પક્ષી અભ્યારણ્યમાં પણ ફ્લેમીંગો પ્રણયનૃત્ય કરતા જોવા મળશે.

ફ્લેમીંગો કરે છે પ્રણયનૃત્ય

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શહેરની મધ્યમાં આવેલ જળાશયમાં ગુલાબી રંગનું આવરણ ઓઢીને આવતા લેસર ફ્લેમીંગો સમુહ કરતા ખૂબ જ આકર્ષણ જમાવે છે. ફ્લેમીંગોનું આ નૃત્ય તેની જોડી બનાવવા માટેનું હોય છે ત્યારે તેને પ્રણયનૃત્ય પણ કહેવામાં આવે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-POR-OMC-MAT-pink-sleebration-of-flamingo-birds-will-be-held-on-world-environment-day-071017-4656754-NOR.html

No comments: