Friday, May 31, 2019

ખોડીયાણા પાસે સિંહ દર્શન માટે ભીડ એકઠી થઇ છતાં વનતંત્ર ડોકાયંુ નહીં

DivyaBhaskar News Network

May 21, 2019, 05:51 AM IST
Amreli News - though the crowd gathered for a lion darshan kholijana would not have to worry 055120
મીતીયાળા અભ્યારણ્યમાં સાવજોની સંખ્યા ઘણી વધારે છે. વધતી સંખ્યા વચ્ચે હાલમાં મીતીયાળા અભ્યારણ્યમાં સાવજોને ખોરાક અને પાણી મળતા ન હોય આ સાવજો આસપાસના વિસ્તારમાં ખોરાક અને પાણીની શોધમાં ધસી જાય છે. મીતીયાળા અભ્યારણ્યની નજીક આંબરડી, બગોયા, ખોડીયાણા, આદસંગ વિગેરે વિસ્તારમાં સાવજોનો સતત વસવાટ રહે છે. આ સાવજો પાણીની શોધમાં આમથી તેમ ભટકતા રહે છે અને શિકારની શોધમાં પણ ભટકવુ પડે છે. આજે ખોડીયાણા અને બગોયા વચ્ચે ઘંટીયા વિસ્તારમાં આવેલી કડકધાર વિસ્તારમાં સાવજોની ટોળી ધસી આવી હતી.

સાવજોએ અહિં એક પશુનું મારણ કર્યુ હતું જેને નિહાળવા લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. અહિં ગેરકાયદે સિંહ દર્શનની પ્રવૃતિ થતી હોય લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે અહિં વન વિભાગમાંથી કોઇ કર્મચારી ડોકાયા ન હતાં. લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતા સાવજોની ભુખ્યા પેટે ભાગી જવુ પડયુ હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-though-the-crowd-gathered-for-a-lion-darshan-kholijana-would-not-have-to-worry-055120-4593928-NOR.html

No comments: