Thursday, December 26, 2019

15 દિ'માં દીપડાને નહીં હટાવાય તો વન અધિકારીઓ સામે ગુનો દાખલ કરાશે

DivyaBhaskar News Network

Dec 10, 2019, 05:55 AM IST
રાજુલાના તાલુકાના ચાંચ ગામમાં લાંબા સમયથી જંગલ વિસ્તારમાંથી આવી ચડેલા દીપડાઓને દુર કરવા ગ્રામજનોમાં માંગ ઉઠી છે. અનેક વખત વનતંત્રને રજુઆત કરવામાં આવી છે. પણ વન વિભાગ દિપડાને હટાવવામાં વામણું સાબીત થયું છે. ગામજનોએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. આ દીપડો અહિં રોજ મોરનું મારણ કરતો હોય 15 દિવસમાં દીપડાને ગામમાંથી દુર નહી કરવામાં આવે તો વન વિભાગ સામે રાષ્ટ્રીય પક્ષી મોરને મારવાનો ગુનો દાખલ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

ચાંચ ગામના સરપંચ કાનજીભાઈ ચૌહાણે રજુઆતમાં જણાવ્યું હતું કે, અમારા ગામમાં ઘણા સમયથી દીપડા રહે છે. અહીના ગરીબ લોકોના ઘેટા- બકરાનું મારણ કરે છે. અવાર નવાર વન વિભાગને રજુઆત કરવામાં આવી છે. પણ અહીથી દીપડાને હટાવવાની કામગીરી કરવામાં આવતી નથી. હાલ ચાંચ ગામની દરિયાય પટ્ટીમાં આસરે 7000 જેટલા મોર વસવાટ કરી રહ્યા છે. આ દીપડા મોરનું મારણ કરી મીજબાની માણે છે. જેના કારણે ઠેર ઠેર મોર પીંછ વેર વીખેર જોવા મળે છે.

જેના કારણે ગામમાં મોટો ઉહાપોહ મચ્યો છે. અહી લોકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ સતત ભયમાં જોવા મળે છે.

ત્યારે આગામી 15 દિવસમાં દિપડાને હટાવવાની કામગીરી નહી કરવામાં આવે તો રાષ્ટ્રીય પક્ષી મોરને આ દીપડા મારી રહ્યા હોય આ મુદે વન અધિકારીઓ દ્વારા ગુનો દાખલ થાય તેવી કાર્યવાહી ગામલોકો કરશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-if-the-lamp-is-not-removed-within-15-days-a-crime-will-be-lodged-against-the-forest-officials-055555-6135253-NOR.html

No comments: