Thursday, December 26, 2019

હાથસણીમાં મધરાત્રે સિંહે 5 ગાયોનું મારણ કરતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ

DivyaBhaskar News Network

Dec 19, 2019, 05:57 AM IST
સાવરકુંડલાના હાથસણી ગામના સરપંચ શિવરાજભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, ગઈકાલે ગ્રામજનોએ મળી વન વિભાગને ગામની વાડી વિસ્તારમાં આવી ગયેલા સિંહ અને દિપડાને દુર કરવા વન વિભાગને રજુઆત કરી છે. આ રજુઆતના બીજા જ દિવસે સિંહે ગામમાં ઘુસી પાંચ ગાયોનું મારણ કર્યું છે. જેના પગલે લોકોમાં ભયનો માહોલ છે. ખેડૂતો વન્ય પ્રાણીઓના ડરથી વાડી ખેતરમાં જઈ શકતા નથી. વન વિભાગને જાણ કરવા છતાં પણ વન વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. હાલ હાથસણી ગામની નજીક કેટલાય દિવસથી વન્ય પ્રાણીઓના આટા ફેરા વધી ગયા છે. ત્યારે જો અહી પણ બગસરાના લુંઘીયા અને મુંજીયાસર જેવી ઘટના સર્જાશે. તો જવાબદારી કોઈને તે પણ એક સવાલ થઈ રહ્યો છે. અહી ગામની સીમમાં રાત્રે રખોપુ કરવા જતા ખેડૂતોની સલામતીનું શુ ? જો વન્ય પ્રાણીના કારણે ગ્રામજનોને નુકશાની પહોંચ છે. તો વન વિભાગ પોતાની જવાબદારી સ્વીકારશે. ખરી તેવા પ્રશ્નો પણ કર્યા હતા. ત્યારે વહેલી તકે હાથસણી ગામ નજીકથી વન્ય પ્રાણીઓને દુર કરે તેવી લોક માંગ ઉઠી છે. અમારી માંગણી સ્વીકારવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-lions-kill-5-cows-at-midnight-055715-6205634-NOR.html

No comments: