Thursday, December 26, 2019

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડમાં રાત્રે હાથબત્તી લઇ યુવાને સિંહની પજવણી કરી, બીજા યુવાને વીડિયો ઉતાર્યો

સિંહથી માત્ર થોડા અંતરે જ એક યુવક ઉભો હોય છે અને તેનો બીજો સાથીદાર વિડીયો ઉતારે છે, બંને યુવકો ખાંભા પંથકના

  • આ વીડિયો હાલ યુવાને ઇન્સ્ટાગ્રામ પર મુક્યો ફોરેસ્ટરને ઘટના અંગે 5 દિવસ પેહલા જાણ કરવામાં છતાં કોઇ કાર્યવાહી નહીં 

Divyabhaskar.com

Dec 06, 2019, 06:27 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જમાં રાબારીકા રાઉન્ડ પર સિંહોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. હજુ થોડાં સમય પહેલા જ રાણીગપરાના પાટીયા નજીક એક પુખ્ત વયની સિંહણને વાહને ઠોકર મારતા મોત નીપજ્યું હતું. ત્યાં જ આ જ વિસ્તારના એક યુવક હાથબતી લઇ સિંહ પાછળ જઇ પજવણી કરે અને તેનો સાથીદાર મિત્રએ વીડિયો ઉતાર્યો હતો. સિંહને પજવણી કરતો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયો છે. આ સિંહની પજવણી અંગે આ રાઉન્ડના ફોરેસ્ટર યાસીન જુનેજાને 5 દિવસ પહેલા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ આ ગુનાના આરોપીને તેવો પૂરાવા નાશ કરવાનો સમય આપતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ અંગે વનવિભાગના વડા સીસીએફ વસાવડાને ટેલિફોનિક રજૂઆત કરી પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ખાતાકીય પગલા ભરવા સિંહપ્રમીઓની માંગ
આ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરનારનું એકાઉન્ટ ખાંભા તાલુકાના મોટાબારમણના યુવકનું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટના બાદ સ્થાનિક એક વ્યક્તિ દ્વારા પાંચ દિવસ પેહલા રાબારીકા રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુનેજાને જાણ કરી પૂરાવા આપ્યા હતા. પરંતુ હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હજી સુધી આ યુવકને વનવિભાગ પકડી શક્યું નથી તેમજ તેનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો નથી. જ્યારે રાબારીકા રાઉન્ડ ફોરેસ્ટર યાસીન જુનેજા દ્વારા ક્યાં કારણોસર આ ઘટનાને દબાવવા માંગે છે તે અંગે ખાતાકીય તપાસ થવી જોઈએ તેવું સિંહપ્રેમીઓ ઇચ્છી રહ્યા છે.
(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/young-man-harassment-of-lion-at-rabarika-round-of-khanbha-126224506.html

No comments: