Thursday, December 26, 2019

મોટા બારમણ ગામે મધરાત્રે ત્રણ સિંહો ઘૂસ્યા, રસ્તે રઝળતી બે ગાયનું મારણ કર્યું

three lion hunt two cao in mota barman village of khanbha

  • ગામના સરપંચે વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી

Divyabhaskar.com

Dec 08, 2019, 04:33 PM IST
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડમાં સૌથી વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં માનવ વસાહતમાં ચડી આવે છે. ગત રાત્રીના આવી જ ઘટના મોટા બારમણની સામે આવી હતી. જેમાં ગતરાત્રીના સકવિધાર નામના રેવન્યુ વિસ્તાર તરફથી ત્રણ ડાલામાથા સિંહો મારણની શોધમાં માનવ વસાહતમાં ચડી આવ્યા હતા. ગામની મોટાભાગની શેરીઓમાં આ ત્રણ સિંહોએ મારણ માટે આંટાફેરા કરતા હતા ત્યારે આ જ ગામના જૂના ગામ વિસ્તારમાં 2 ગાય સિંહોની ઝપટે ચડી ગઈ હતી. આ બંને ગાયનું સિંહોએ મારણ કર્યું હતું. આ ઘટના માટે સ્થાનિક લોકોએ વનવિભાગના આ વિસ્તારના રાઉન્ડ ફોરેસ્ટરને જાણ કરવા ફોન તો કર્યા પરંતુ તેઓએ ઉપાડવાની તસ્દી જ ન લીધી, બાદમાં લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી. તેણે રેન્જ આરએફઓને જાણ કરી અને મારણ હટાવવાની કામગીરી કરાવી હતી.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/three-lion-hunt-two-cao-in-mota-barman-village-of-khanbha-126240563.html

No comments: