Thursday, July 30, 2020

ધારીના ગઢીયા ગામે ઘરમાં દીપડો ઘૂસતા નાસભાગ, વન વિભાગે ઘરમાં જ પાંજરૂ ગોઠવી રેસ્કયૂ કરી પકડ્યો


વન વિભાગે રાત્રે જ દીપડાને પાંજરે પૂર્યો હતો
વન વિભાગે રાત્રે જ દીપડાને પાંજરે પૂર્યો હતો

  • દીપડો ઘરમાં ઘૂસી ગયાની જાણ થતા જ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો

દિવ્ય ભાસ્કર

Jul 25, 2020, 01:18 PM IST

અમરેલી. ગીર ઇસ્ટ તુલસીશ્યામ રેન્જમાં આવતા અને ધારી તાલુકાના ગઢીયા ગામે દાદભાઇ કાથુભાઇ માજરિયાના ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. આથી ઘરમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. દીપડો ઘૂસતા જ લોકો બહાર નીકળી જતા કોઇ જાનહાનિ સર્જાઈ નથી. આ અંગે વન વિભાગને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને ઘરમાં જ પાંજરૂ ગોઠવી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીપડાને પાંજરે પૂર્યો હતો.

રાત્રે 3.40 વાગે દીપડો પાંજરે પૂરાયો
વન વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ગત રાત્રે 3.40 વાગે દીપડાને પાંજરે પૂર્યો હતો. આ દીપડાની ઉંમર 3થી 4 વર્ષની છે. દીપડો ઘરમાં ઘૂસી ગયાના સમાચાર ગામમાં ફેલાય જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના ઘરમાં બારી-બારણા બંધ કરી પૂરાય ગયા હતા. પરંતુ દીપડો પાંજરે પૂરાતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તાલાલા રેન્જમાં શોર્ટ સર્કિટથી દીપડાનું મોત
તાલાલા રેન્જમાં રેવન્યૂ વિસ્તામાં 5થી 6 વર્ષના દીપડાનું શોર્ટ સર્કિટના કારણે મોત નીપજ્યું હતું. વીજ પોલને દીપડો સ્પર્શી જતા શોર્ટ સર્કિટ લાગતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

(જયદેવ વરૂ, અમરેલી/અરૂણ વેગડા, ધારી)
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/leopard-come-in-home-and-forest-team-caught-near-amreli-127550228.html

No comments: