Thursday, July 30, 2020

નાગેશ્રીમાં આખલો પાછળ દોડતા સિંહને પણ ભાગવું પડ્યું

  • નાગેશ્રીમાં વહેલી સવારે બે સિંહે ગામમાં ઘુસી ગાયનું મારણ કર્યું

દિવ્ય ભાસ્કર

Jul 18, 2020, 04:00 AM IST

રાજુલા. રાજુલા જાફરાબાદ પંથકમાં ફરી સિંહો ગામના ઘુસવાની ઘટના દિનપ્રતિદિન સામે આવી રહી છે. આજે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના નેસડી વિસ્તારમાં વહેલી સવારે 2 સિંહો ઘુસી ગયા હતા.અને રેઢીયાર  પશુનું શિકાર કરી મારણ પણ કર્યું હતું. નાગેશ્રીમાં આખલાએ સિંહ ઉપર હુમલો કરવા બે વખત પ્રયાસ કર્યો હતો. આખલાની હિંમત જોઈ સિંહ ડરી ગયો હતો. એક સિંહ ભાગ્યો હતો પણ એક સિંહ  તેની પરંપરા જાળવી હોય તેમ ભાગ્યો નહીં. સૂત્રો પાસેથી માહિતી એવી પણ મળી રહી છે બે સિંહમાંથી એક સિંહ બીમાર હતો. જેના કારણે ભાગી શક્યો ન હતો. ગ્રામીણ વિસ્તારમાં આખલાનો આતંક આટલો બધો વધ્યો છે કે હવે તો વનરાજ પણ ડરતા જોવા મળ્યા હતા. જયારે અહીં સિંહે કરેલા મારણ બાદ વનવિભાગના અધિકારી કર્મચારી ફરક્યા નથી. અને મારણ એજ હાલતમાં જોવા મળી રહ્યું હતું. જેથી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે કે નાગેશ્રી આસપાસ સિંહો દીપડાનો વસવાટ મોટા પ્રમાણમાં હોય જાફરાબાદ આરએફઓ સહીત ફોરેસ્ટ સ્ટાફ નાઈટ વિઝીટ દરરોજ કરી પેટ્રોલિંગ વધારે અને ગામથી  દૂર સિંહોને ખસેડવા માટે કાર્યવાહી કરે. આ પ્રકારે સિંહ  ગામમાં ઘુસી જવાની ઘટનાને લઇને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/the-lion-running-after-the-bull-in-nageshri-also-had-to-run-away-127522559.html

No comments: