Friday, July 31, 2020

વિસાવદરના કાદવાળી નેસ પાસે ઢોર ચરાવતા બાળક પર દીપડાનો હુમલો

  • સાથે માલઢોર ચરાવતા બીજા લોકોએ હાકલા પડકારા કરી દીપડાને ભગાડ્યો

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:00 AM IST

વિસાવદર. ગિર જંગલની વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડની હસ્નાપુર બીટમાં નાળિયેરા નામનો વિસ્તાર આવેલો છે. કાદવાળી નેસ આ વિસ્તારમાં આવેલો છે. નેસમાં રહેતા કરશનભાઇ ચાવડાનો 10 વર્ષિય પુત્ર સાગર આજે સવારે નવેક વાગ્યાના અરસામાં માલઢોર લઇને ચરાવવા માટે નિકળ્યો હતો. તેની સાથે અન્ય લોકો પણ માલઢોર લઇને નિકળ્યા હતા. ત્યારે પાછળથી અચાનકજ એક દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો.

આથી સાગરે રાડારાડી કરતાં બીજા લોકો આવી પહોંચ્યા હતા. અને હાકોટા પાડી દીપડાને ભગાડ્યો હતો. અને સાગરને સારવાર માટે વિસાવદર સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો. આ હુમલામાં સાગરને ડાબી આંખ, માથું અને ડાબા ખભા પર ઇજા થઇ છે. બનાવની થોડી વાર પહેલાં પણ દીપડો આવ્યો હતો. પણ બધાએ હાકલા પડકારા કરતાં તે ચાલ્યો ગયો. પણ બહુ દૂર નહોતો ગયો. અને સાગરને એકલો જોતાંજ તેના પર હુમલો કર્યો હતો.દરમ્યાન આ વિસ્તારમાં છેલ્લા દોઢ-બે માસથી દીપડાની રંજાડ વધી ગઇ હોઇ વનવિભાગે તેને પકડવા મારણ સાથે પાંજરું પણ ગોઠવ્યું હતું. પણ એ પાંજરામાં દીપડાને બદલે સિંહ પુરાઇ ગયો હતો. એ સિંહ એટલો ગભરાઇ ગયો હતો કે, તે પાંજરામાં રહેલું મારણ પણ કરી શક્યો નહોતો.

વીજ આંચકાથી મૃત્યુ પામેલી સિંહણના બચ્ચાંનું રેસ્ક્યુ
થોડા દિવસો પહેલાં રાજપરા રાઉન્ડમાંથી એક વીજ આંચકાથી મૃત્યુ પામેલી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને કોણ અહીં નાખી ગયું એની ભાળ હજુ વનવિભાગને નથી મળી. પણ તેના 1 વર્ષના 4 બચ્ચાં વનવિભાગને મળી અાવતાં તેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે સારસંભાળ માટે મોકલી દેવાયા હતા.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/visavadar/news/leopard-attack-on-a-grazing-child-near-the-muddy-ness-of-visavadar-127568168.html

No comments: