- માથાના ભાગે ઇજા સારવાર માટે થતાં પ્રથમ ધારી બાદ અમરેલી ખસેડાયો
દિવ્ય ભાસ્કર
Jul 30, 2020, 04:00 AM ISTધારી. ધારી ગીરના પાણીયા ગામે ગતરાત્રી દરમિયાન મજુર પરિવારનો સાડ ત્રણ વર્ષનો રાજવીર સુનિલભાઈ વાડીમાં આવેલ મકાન પાસે જમી રહ્યો હતો. ત્યારે બાળક પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જો કે માતાએ હાંકલા પડકારા કરી કિશોરને દીપડાના મો માંથી છોડાવ્યો હતો. દીપડાના હુમલામાં કિશોરને માથાના ભાગે અને પીઠના ભાગે ઇજા પહોંચી હતી. જે બાદ બાળકને પ્રથમ ધારી અને બાદમાં અમરેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પાણીયામાં બાળક પર દીપડાના હુમલાની જાણ થતાં વન વિભાગ ઘટના આર.એફ.ઓ.સીડા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે 3 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા.

https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/dhari/news/leopard-attack-on-a-child-in-dhari-water-forest-department-arranged-3-cages-127563778.html
No comments:
Post a Comment